(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અને તેમના સાથી કેબિનેટ મંત્રીઓ રાજભવન સામે ધરણા પર બેઠા છે. કેજરીવાલે આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન મોદીએ સરકાર અને અધિકારીઓ વચ્ચેની મડાગાંઠ સમાપ્ત કરવા દખલ દેવી જોઈએ. કેજરીવાલે એક વીડિયો સંદેશમાં વડાપ્રધાન મોદીને પુછ્યું કે તમે વડાપ્રધાન હોવા છતાં અફસરો વગર સરકાર ચલાવી શકો ? જ્યારે અધિકારીઓ બેઠકમાં હાજર રહી અપાવેલ સૂચનાઓનો અમલ કરે નહીં. અમે ચાર દિવસથી એલ.જી.ની કચેરી આગળ ધરણા કરીએ છીએ. છતાં ૪ મિનિટ પણ મળવાનો સમય આપતા નથી. આ ભૂખ હડતાળના ધરણાનો ચોથો દિવસ છે. જેમાં આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદીયા પણ જોડાયા છે. સનદી અધિકારીઓની કચેરીઓમાં ભાજપના માણસો બેસી રહે છે અને નોકરશાહોને ટેકો આપે છે. હડતાળનો અંત લાવવા મદદ કરવાના બદલે તમે નોકરશાહોના ટેકામાં ઊભા છો.