(એજન્સી) દિલ્હી, તા.૧૪
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચોરાઈ ગયેલી કાર ગાજીયાબાદના મોહનનગર ખાતેથી મળી આવી છે. લાવારિશ પડેલ કાર અંગે પોલીસને માહિતી મળતાં તેની તપાસ કરાતાં તે કાર અરવિંદ કેજરીવાલની હતી. વાહનનો ચેચીસ અને એન્જિન નંબર ચેક કરાયો હતો. આ કાર ચોરી કરનારની પોલીસ તપાસ કરી રહી છે.તેમ નાયબ પોલીસ કમિશ્નર એમ. એસ. રંધાવાએ કહ્યું હતું. શનિવારે ગાજીયાબાદ પોલીસને સતર્ક કરાઈ હતી. બે પોલીસની ટીમોએ ગાજીયાબાદ જઈ કારનો કબજો લીધો હતો. કાર ચોરનાર વ્યક્તિની ઓળખ માટે તપાસ ચાલી રહી છે.કારની ચોરી કરનાર વ્યક્તિએ ટી-શર્ટ પહેરેલ હતું.તેની ઉંમર આશરે ૪૦ વર્ષ હતા.તેની ઓળખ માટે એન્ટિ ઓટો થેફ્ટ સ્કવોર્ડ સીસીટીવીના આધારે આગળ તપાસ કરી રહ્યું છે. સીસીટીવીમાં કાર ચોરી કરનાર વ્યક્તિ ઈન્દ્રપ્રસ્થ પાર્ક મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થતો દેખાયો હતો. મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીમાં કાનૂન વ્યવસ્થાની કથળતી જતી સ્થિતિ અંગે ઉપરાજ્યપાલ અનિલ બૈજલને પત્ર લખ્યો છે.