(એજન્સી) કેલિફોર્નિયા, તા.૧૬
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલ એક ગ્રોસરી સ્ટોરમાં સશસ્ત્ર લૂંટારાઓ ત્રાટક્યા હતા અને ધર્મપ્રિત સિંહ જસ્સર નામના એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરી હતી. લૂંટારાઓમાં એક ભારતીય મૂળનો લૂંટારો પણ હતો. તેમ મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.
અહેવાલો મુજબ ધર્મપ્રિત સિંહ જસ્ટર ફ્રેસ્નો શહેરમાં એક ગેસ સ્ટેશન પાસે કરિયાણાની દુકાને ફરજ પર હતો. તે સમયે ભારતીય મૂળના એક લૂંટારા સહિત ચાર લૂંટારા દુકાનમાં લૂંટફાટ માટે ઘૂસ્યા હતા.
ધર્મપ્રિત કેસ કાઉન્ટર પાછળ છૂપાઈ ગયો હતો. તે સમયે લૂંટારૂઓએ કેસ માલની લૂંટ કરી ભાગતા સમયે જસ્સરને ગોળી મારી હતી. બીજા દિવસે એક ગ્રાહક દુકાને ગયો ત્યારે ઘટનાની પોલીસને જાણ કરી. ધર્મપ્રિત મૂળ પંજાબનો રહેવાસી હતો. વિદ્યાર્થી વિઝા પર ૩ વર્ષથી અમેરિકામાં રહેતો હતો. પોલીસે આ કેસમાં ભારતીય મૂળના રર વર્ષીય મૂળ ભારતીય અમિતરાજ અટવાલની ધરપકડ કરી હતી. જેણે ચાર લૂંટારા સાથે ગેસ સ્ટેશનમાં લૂંટ કરી ગોળીબાર કર્યા હતા. જેમાં જસ્સર માર્યો ગયો હતો. અટવાલ સામે હત્યા, લૂંટનો ગુનો દાખલ કરાયો છે. અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે અભિયાન ચલાવ્યું છે. પંજાબના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી વિદેશ મંત્રી સ્વરાજને આ મુદ્દો ઉચ્ચકક્ષાએ ઉઠાવવા જણાવ્યું છે.