(એજન્સી) કોલકત્તા, તા. ૮
કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એવું કહ્યું કે કેન્દ્ર સરકાર કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવામાં સહકાર આપતી નથી. મોદી સરકાર પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફિરાકમાં છે. બેનરજીએ કહ્યું કે સંઘીય માળખાનું સંપૂર્ણ પતન થયું છે. તેમણે હિંસા બદલ, આરએસએસ,મોદી સરકાર અને બીજા ફ્રિન્જ જૂથો પર આક્ષેપ કર્યો હતો. ભાજપનું બદલાનું રાજકારણ ખુલ્લું પડ્યું છે. તેમણે કહ્યું, કેન્દ્ર સરકારે અસહકારનું વલણ દાખવ્યું છે, ભાજપ સાથે સારા સંબંધો ધરાવતા વિદેશી તત્વો દ્વારા સરહદી જિલ્લાઓમાં તણાવ ફેલાવવામાં આવી રહ્યો છે.મુખ્યમંત્રીએ એવું પણ કહ્યું કે આ હિંસામાં ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે. સચિવાલયમાં પત્રકારો સાથે વાત કરતાં બેનરજીએ કહ્યું કે કોમી હિંસા માટે જવાબદારની સામે આકરા પગલાં ભરવામાં આવશે. બેનરજીએ કહ્યું કે કોમી હિંસાની ન્યાયિક તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. બેનરજીએ શાંતિ જાળવવા બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન નોર્થ ૨૪ પરગણાના પોલીસ અધિક્ષક ભાસ્કર મુખરજીને હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યાં છે અને સી સુધાકર રાવ તેમનું સ્થાન સંભાળશે. મમતા બેનરજીએ સરકારે શુક્રવારે એવો પણ દાવો કર્યો હતો કે બદુરિયા અને તેની આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ થાળે પડી છે.

બશીરહાટ હિંસા : ભાજપના પ્રતિનિધિમંડળની રાજ્યપાલ
સાથે મુલાકાત, રાષ્ટ્રપતિ શાસનની માગણી કરી
(એજન્સી) કોલકત્તા, તા. ૮
પશ્ચિમ બંગાળ ભાજપની એક ટીમે રાજ્યપાલ કેશરીનાથ ત્રિપાઠીની મુલાકાત લઈને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી હતી. બસીરહાટમાં થયેલી કોમી હિંસાને પગલે ભાજપે આવી માંગણી કરી છે. મમતા બેનરજીની આગેવાની ટીએમસી સરકાર પર નિશાન સાધતાં ભાજપના પ્રતિનિધિ મંડળે એવું કહ્યું કે રાજ્યની અશાંતિ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતમાં રાજ્યમાં બંધારણની કલમ ૩૫૬ ને લાગુ પાડવામાં આવે. બંધારણની કલમ ૩૫૬ માં રાષ્ટ્રપતિ શાસન લાદવાની જોગવાઈ છે. તો બીજુ બાજુ મોદી સરકાર પર નિશાન સાધતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ એવું કહ્યું કે કેન્દ્ર સરકાર કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવામાં સહકાર આપતી નથી. મોદી સરકાર પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ફિરાકમાં છે. બેનરજીએ કહ્યું કે સંઘીય માળખાનું સંપૂર્ણ પતન થયું છે. તેમણે હિંસા બદલ, આરએસએસ,મોદી સરકાર અને બીજા ફ્રિન્જ જૂથો પર આક્ષેપ કર્યો હતો. કેન્દ્ર સરકાર સામેના બેનરજીના આક્ષેપનો જવાબ આપતાં ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારે શાંતિની જાળવણી માટે બીએસએફના ૪૦૦ કર્મચારીઓનો કાફલો મોકલ્યો છે. બીએસએફે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બેનરજીએ શાંતિ જાળવવા બદલ રાજ્યના લોકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન નોર્થ ૨૪ પરગણાના પોલીસ અધિક્ષક ભાસ્કર મુખરજીને હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યાં છે અને સી સુધાકર રાવ તેમનું સ્થાન સંભાળશે. મમતા બેનરજીએ સરકારે શુક્રવારે એવો પણ દાવો કર્યો હતો કે બદુરિયા અને તેની આસપાસના વિસ્તારોમાં પરિસ્થિતિ થાળે પડી છે.