(એજન્સી) શ્રીનગર, તા.ર૬
ઉદારવાદી કાશ્મીરી અલગાવવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂકે કહ્યું કે, તેઓ કેન્દ્રની સાથે વગર કોઈ શરતે વાતચીત કરવાના પક્ષમાં છે પણ એમ પણ કહ્યું કે વાતચીત જો વાજપાઈ સરકારની વ્યૂહરચના મુજબ થશે તો તેની સફળતાની શક્યતા સૌથી વધુ રહેશે. ફારૂકે કહ્યું કે વાજપાઈની વ્યૂહરચનામાં બધા પક્ષોને સામેલ કરવામાં આવ્યા હતા. તેઓએ આ સંદર્ભમાં કાશ્મીરી પૃથક્તાવાદી નેતાઓને નવી દિલ્હીની સાથે ઈસ્લામાબાદ અને પાકમાં રહેલ કાશ્મીરમાં તેમના સમકક્ષો સાથે વાતચીતની પરવાનગી આપવા અંગેનો ઉલ્લેખ કર્યો હતો. પોતાના નિવાસ પર જાણીતી સમાચાર એજન્સી સાથે વાતચીત માટે એવી વ્યવસ્થા માંગીએ છીએ કે જેમાં દરેકને સામેલ કરવામાં આવી શકે, અમે માત્ર ફોટાઓ પડાવવા માટે ભેગા થવા નથી ઈચ્છતા. તેમણે કહ્યું કે આપણે વાતચીતનો દોર શરૂ કરવો જોઈએ. પરિણામની ચિંતા ન કરવી જોઈએ. બસ આ પ્રક્રિયા સામાન્ય હોય. ૪૪ વર્ષીય મીરવાઈઝે તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ તરફથી વાતચીતના પ્રસ્તાવનું સ્વાગત કર્યું હતું. જો કે વાજપાઈ સરકારની વ્યૂહરચના પર પાછા આવવાની સલાહથી સરકારની ધ્યાન આપવાની શક્યતા ઓછી છે કારણ કે એમાં પાકિસ્તાનને સામેલ કરવાની વાત કહેવામાં આવી છે. મીરવાઈઝે સ્પષ્ટ રીતે કહ્યું કે કાશ્મીરના બધા પક્ષો જેનાથી ગૃહમંત્રી વાત કરવાનું કહે છે તેમાં પાકિસ્તાન અને જમ્મુ-કાશ્મીરની રિયાસતોના બધા પક્ષોને પણ સામેલ કરવામાં આવે. ૧૯૯૦માં હિઝબુલ મુજાહિદ્દીનની સાથે પોતાના પિતા મીરવાઈઝ ફારૂકની હત્યા બાદ ૧૬ વર્ષની ઉંમરમાં મીરવાઈઝ બનેલા ઉમર ફારૂક કહે છે કે સરકારને માત્ર એટલું જ કરવાની જરૂર છે કે તેઓ જૂની વાજપાઈ સરકારની ફાઈલોનો અભ્યાસ કરે અને આને કોઈ પણ નામ આપી શકે છે. ભલે તે ત્રિપક્ષિય, ત્રિકોણીય અથવા ત્રણ તરફી વાતચીત હોય પણ રસ્તો આ જ છે. કાશ્મીરનો ઉકેલ લાવવા પૂર્વ વડાપ્રધાન વાજપાઈની નજરને જ વાજપાઈનો સિદ્ધાંત કહેવામાં આવે છે. જેમના મુજબ ઈન્સાનિયત, જમ્હુરિયત અને કાશ્મીરિયતની ભાવના હેઠળ જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, સંપન્નતા અને વિકાસ થઈ શકે છે. ફારૂકે આ વાત પર જોર આપ્યો કે, કાશ્મીર મુદ્દો એક રાજકીય સમસ્યા છે અને તેનો સૈન્ય તરીકાથી ઉકેલ ન લાવી શકાય. તેમણે કહ્યું કે સરકાર પોતાની કાશ્મીર નીતિ પર ફરી વિચાર કરી રહી છે. પણ આમાં કોઈ બદલાવ નથી આવ્યો પણ ખરેખર તો વધુ કટ્ટર થઈ ગયો છે. અલગાવવાદી નેતાઓને બદનામ કરવાના પ્રયાસો હજી પણ ચાલુ છે.