(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં તેનો જવાબ રજૂ કરતાં એવું જણાવ્યું કે સરકારી સેવાઓ સાથે આધાર જોડવાની મુદત ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી વધારવામાં આવી. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા, જસ્ટીસ એમ ખાનવિલકર અને જસ્ટીસ ધનન્જય ચંદ્રચુડને સમાવતી ત્રણ સભ્યોની ખંડપીઠને એટર્ની જનરલ કેકે વેણુગોપાલે માહિતી આપતા કહ્યું કે આધારને જોડવાની સીમા ડિસેમ્બરના અંત સુધીમાં ખતમ થવાની હતી પરંતુ હવેથી સરકારે તેને લંબાવીને ૩૧ માર્ચ ૨૦૧૮ કરી નાખી છે. કેન્દ્ર સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સરકારી સેવાઓ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ ૨૦૧૮ કરી નાખી છે. કેન્દ્ર દ્વારા કોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે જેમની પાસે હજુ સુધી આધાર નથી તેવા લોકો માટે વેણુગોપાલે કહ્યું કે આધારની મુદત ૩૧ માર્ચ ૨૦૧૮ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરજદારો વતી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને કહ્યું કે સરકારે સમયસીમા વધારવાનો નિર્ણય તો કર્યો છે પરંતુ આધાર સંબંધિત મુખ્ય કેસ પર ત્વરિત સુનાવણી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે સરકારે એવી કોઈ ચોખવટ કરી નથી કે જો કોઈ પોતાના આધારને બેન્ક ખાતા કે મોબાઈલ નંબર સાથે જોડવાનો ઈન્કાર કરે તો તેમની સામે કોઈ કાર્યવાહી થશે કે નહીં. દિવાને કહ્યું કે આ કેસમાં ઝડપી સુનાવણી થવી જોઈએ. તેઓ બયાન આપી શકે છે જે લોકો આધાર જોડવા નથી માંગતા તેમી સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ કે નહી તેની ચોખવટ કરવામાં આવે. એટર્ની જનરલે જ્યારે કહ્યું કે આ કેસમાં મારે પણ કેટલાક નિર્દેશો લેવાના બાકી છે ત્યારે કોર્ટે કહ્યું કે તેઓ સોમવારે તેનો ઉલ્લેખ કરે. ૨૧ ઓક્ટોબરના રોજ આરબીઆઈએ પણ સ્પષ્ટ કર્યું છે કે તમામ બેન્ક ખાતા ધારકો માટે તેમના બેન્ક એકાઉન્ટને આધાર સાથે જોડવા અનિવાર્ય માછે. આરબીઆઈનો ખુલાસો એવો ટાણે આવ્યો કે જ્યારે મીડિયામાં એક આરટીઆઈ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો કે રિઝર્વ બેન્કે બેન્કોને આવો કોઈ આદેશ આપ્યો નથી.