(એજન્સી) નવી દિલ્હી, તા.૬
વિદેશમંત્રી સુષમા સ્વરાજે રવિવારે કહ્યું કે, કેન્યાની પોલીસને આ ઘટના બદલ દુઃખ છે જેમાં ભારતીય મૂળના કેન્યા નાગરિકની હત્યા થઈ. એમણે ભારપૂર્વક જણાવ્યું છે કે, ભારતીય ઉચ્ચ કમિશન ભોગ બનનારના પરિવારજનોને તમામ પ્રકારની પૂરી પાડશે. ટ્‌વીટ્‌સની શ્રેણીબદ્ધમાં મંત્રીએ કહ્યું કે, મેં નૈરોબીમાં ભારતીય ઉચ્ચ આયોગ પાસેથી માહિતી મેળવી છે. મૃતક બંટી શાહ ભારતીય મૂળના કેન્યાના નાગરિક હતા. કેન્યા સુરક્ષા દળ દ્વારા શાહના નિવાસસ્થાનના મકાન પાસે આતંકવાદ વિરોધી કામગીરી હાથ ધરાઈ હતી. સ્વરાજે કહ્યું, બંટી એવું માનતા હતા કે આ સશસ્ત્ર બોર્ડર્સ દ્વારા ઘૂસણખોરી હતી અને એમણે હવામાં ગોળીબાર કર્યો હતો. જેમાં સુરક્ષા દળોએ વળતો પ્રહાર કરતા બંટીનું મૃત્યુ નિપજ્યું હતું. કેન્યાની પોલીસને આ દુર્ઘટના માટે શોક વ્યક્ત કર્યો છે. ભારતના ઉચ્ચ આયોગે બંટીના નિરાધાર કુટુંબને તમામ સહાય આપવાની જાહેરાત કરી છે તેમના મૃત્યુ પર શોકની લાગણી વ્યક્ત કરી છે. આ બાબતમાં ટ્‌વીટર પર એક સ્થાનિક દ્વારા મદદ માંગવા સંપર્ક કરવામાં આવ્યા પછી સુષમા સ્વરાજે પ્રતિભાવ આપ્યો હતો.