(એજન્સી) તા.૧૭
ભારતીય હવામાન વિભાગે હાલ કેરળમાં બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તથા લક્ષદ્વિપને લગતા દરિયાકાંઠે કામ કરતાં માછીમારોને ચેતવણી આપવામાં આવી છે હાલ ત્યાં અવર-જવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કારણ કે લગભગ ૪પથી પપની ઝડપે પવન સાથે વરસાદ દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યો છે. ત્રણ-ત્રણ દિવસોથી ભારે વરસાદથી સામાન્ય જન-જીવન વેર-વિખેર બન્યું છે. મળેલ સમાચાર અનુસાર અતિવૃષ્ટિને કારણે ખેતરમાં પાકને ઘણું નુકસાન થયું છે તથા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે. ઘરની નજીક ભરાયેલા પાણીમાં પડી જતા ૮ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હતું. ખાસ કરીને અનક્કલ, પુથુર અને જેલીપારા વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે. અતિવૃષ્ટિને કારણે રેલવે તંત્રનું ટાઈમટેબલ પણ બગડ્યું છે. જ્યારે કન્નુર જિલ્લાના તલીપારામ્બામાં ૬ સે.મી. વરસાદ, વ્યાનંદ જિલ્લાના વીથીરીમાં પ સે.મી. વરસાદની નોંધણી હવામાન વિભાગે આપી હતી.