(એજન્સી) કોચી, તા.૮
પોતાના બાળકોને રાષ્ટ્રીય મેડિકલ પ્રવેશ પરીક્ષા (નીટ) અપાવવા માટે તામિલનાડુથી કોચ્ચી પહોંચેલા પરિજનોને આરામ કરવાની જગ્યા આપનાર મસ્જિદના વહીવટીતંત્રની લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. કોચી પાસે અલુવામાં આવેલી વાડી હીરા મસ્જિદના લોકોએ આ લોકોને મસ્જિદમાં આશરો આપવાની સાથે તે દરેકને આરામ માટે જરૂરી ચીજવસ્તુઓ પણ પુરી પાડવામાં આવી. અલુવામાં લગભગ ૧ર૦૦ બાળકો પરીક્ષા આપવા માટે આવ્યા હતા અને તેમનું સેન્ટર નજીકની જ કોટુમુખમ સિવાગિરી સ્કૂલ અને ચલક્કલ અમલ પબ્લિક સ્કૂલમાં હતું. મસ્જિદ તરફથી પરિજનો માટે કરવામાં આવેલી વ્યવસ્થા વિશે વાત કરતાં સમાજસેવક અબ્દુલ રઉફ બિન રહીમે કહ્યું, વાડી હીરા મસ્જિદે સેંકડો પરિજનો માટે આવાસની વ્યવસ્થા કરાવી કે જેઓ પોતાના બાળકોને નીટની પરીક્ષા અપાવવા માટે આવ્યા હતા. ગત વર્ષે પણ મસ્જિદે પરિજનો માટે ભોજન, પાણી અને આવાસની વ્યવસ્થા કરાવી હતી પરંતુ આ વ્યવસ્થા ત્યારે કરવામાં આવી હતી જ્યારે મસ્જિદના લોકોએ તેમને મસ્જિદના ગેટ પાસે પરેશાન હાલતમાં જોયા. રઉફે ફેસબુક પર લખ્યું, ગત વર્ષની ઉલટ પરીક્ષા માટે આવનારા લોકોના સ્વાગત માટે અમે સૌ પહેલેથી જ તૈયાર હતા. તેમણે કહ્યું, મસ્જિદ ઉપરાંત આપણે આસપાસના ઘરો અને દુકાનોમાં પણ લોકોને આશ્રય અપાવી શકીએ છીએ. તેમણે કહ્યું કે, મલયમ કાડુ, કીરાન કુન્નુ અને અજંથા ગામના યુવાનો પણ લોકોની મદદ કરવા માટે આગળ આવ્યા હતા.
કેરળની મસ્જિદે ૧ર૦૦ વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા અપાવવા આવેલા પરિજનોને આશરો આપીને દિલ જીતી લીધું

Recent Comments