(એજન્સી) કોચિ, તા. ૩૦
કેરળમાં પહેલી જૂનથી પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવો ઓછા કરવા માટે ઇંધણો પર લાગતા ટેક્ષને ઓછો કરવામાં આવશે. જેના પગલે પેટ્રોલની કિંમતમાં શુક્રવારથી એક રૂપિયાનો ઘટાડો શક્ય બનશે. કેરળના નાણામંત્રી થોમસ ઇસાકે આ અંગેની જાહેરાત કરી હતી. કેરળના આ વલણને પગલે ભાજપની આગેવાનીવાળી અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેજા હેઠળ ચાલતી સરકારો પર ટેક્ષ ઘટાડવા માટે ભારે દબાણ સર્જાશે. સીપીએમની સત્તાવાળું કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય છે જેણે સમગ્ર વિશ્વમાં વધેલા ઇંધણોના ભાવો સામે લોકોને રાહત આપવા માટે પોતાના મહેસૂલમાં ઘટાડો કરવાનું નક્કી કર્યું છે. ઇસાકે કહ્યું કે, કેટલીક બાબતોમાં સરકાર ટેક્ષ દરની ઉજવણી કરી લેશે જ્યારે ઈંઁધણોની કિંમતોમાં પહેલી જૂનથી એક રૂપિયાનો ઘટાડો કરાશે.