(એજન્સી)
તિરૂવનંતપુરમ, તા.ર૧
શુક્રવારે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં અનેક ભાગોમાં થઈ રહેલ ભારેથી અતિ ભારે વરસાદને કારણે કેરળની આસપાસ ૧.૧૮ લોકોએ શરણાર્થી શિબિરની માગણી કરી છે. વરસાદના બીજા તબક્કામાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું કેરળની આસપાસ ર૯મેથી શરૂ થયું હતું. રાજ્યના બે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા અલપ્પુઝામાં ર૧ર રાહત કેમ્પમાં કુલ પ૦,૮૩૬ લોકોએ જ્યારે પાડોશના કોટ્ટાયામમાં ૧૬૪ શિબિરમાં ૩૭,૬પ૭ લોકોએ આશ્રય લીધો છે. છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલા છૂટાછવાયા વરસાદથી કેરળના કોટ્ટાયમ, અલપ્પુઝા, અર્નાકુલમ અને ઈદુકી જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા ૧૦ દિવસમાં ૧૪ લોકોનાં મોત થયા છે.