(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
સમાજમાં વધતી અસહિષ્ણુતા પર બોલતા કેરળના કેથોલિક બિશપ કોઉન્સિલ (કેસીબીસી)ના અધ્યક્ષ અને ત્રિવેદ્રમના આર્કબિશપ સૂસા પાકિઅમએ કહ્યું કે, બધા ખ્રિસ્તી સ્કૂલમાં પોતાના અભ્યાસક્રમમાં ભારતીય બંધારણને સામેલ કરે. આર્કબિશપએ ટાઈમ્સ ઑફ ઇન્ડિયાથી કહ્યું કે, બંધારણ દ્વારા આપવામાં આવેલ ધર્મનિરપેક્ષ મૂલ્યોને સૂનિશ્ચિત કરવા માટે બધાને સક્રિય રીતે કામ કરવું જોઈએ. આ ખૂબ જ ભયાનક છે કે, સત્તા માટે વીજળીના શોર્ટકટની જેમ વિવિધ સમૂહો વચ્ચે નફરત અને ડર ફેલાવવામાં આવી રહ્યો છે. સમુદાયો અને રાજકીય નેતાઓને તેમની વિરુદ્ધ સાથે આવવું જોઈએ. કેસીબીસીના અધ્યક્ષએ સાથે એમ પણ કહ્યું કે, દેશની નવી પેઢીને બંધારણની સાથે પરંપરાઓથી પ્રેમ કરવાની જરૂર છે. જેથી બંધારણને અભ્યાસક્રમમાં સામેલ કરવો બંધારણની સુરક્ષા કરવામાં મદદ કરશે.
કેસીબીસી અધ્યક્ષએ ખ્રિસ્તી સ્કૂલોથી પણ અપીલ કરી છે કે, તેઓ સંવૈધાનિક સાક્ષરતાને સાયન્સના અભ્યાસક્રમમાં સામેલ કરે.
નોંધીનીય છે કે, સૂસાએ આ વાત એવા સમયે કરી હતી કે, જ્યારે દિલ્હી અને ગોવાના આર્કબિશપોના નિવેદનો મામલે સવાલ પૂછવામાં આવ્યા હતા. જોકે તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓએ કોઈ રાજકીય ઉદ્દેશ્યથી એવું નિવેદન નથી આપ્યું, તેઓએ ભયની કેટલીક આશંકાઓને જોઈને નિવેદન આપ્યું હતું. બધી પાર્ટીઓમાં સારા લોકો પણ છે અને ખરાબ લોકો પણ છે. નોંધીનીય છે કે, દેશમાં ઘણા આર્કબિશપોએ દેશની કથળતી સ્થિતિને લઈ નિવેદનો આપ્યા છે. આ પેહલા ગોવાના આર્કબિશપે પત્ર લખીને કહ્યું હતું કે, ભારતનું બંધારણ ખતરામાં છે અને લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે. જ્યારે દિલ્હીના આર્ક બિશપ કહ્યું હતું કે, દરેક સરકારને દેશ અને તેના બંધારણની રક્ષા કરવી જોઈએ. આપણે આ માટે પ્રાર્થના કરીએ છીએ.
હવે કેરળના આર્ક બિશપ બોલ્યા : સત્તામાં આવવા માટે નફરત ફેલાવવામાં આવી રહી છે, ખ્રિસ્તી સ્કૂલોના અભ્યાસમાં બંધારણ ભણાવવામાં આવે

Recent Comments