જૂનાગઢ, તા.ર૮
કેશોદના શિક્ષકને લાખો રૂપિયાનું ઈનામ લાગ્યું હોવાની વાત કરી ગઠીયાઓએ રૂા.ર૪.૮ર લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર તા.ર૭-૪-૧૮ના રોજ આકાશ ધર્માનો વોટ્‌સએપ આવ્યો હતો કે તમારો નંબર ઓલ ઈન્ડિયા લકી ડ્રોમાં વિનર થયેા છે. તમને રપ લાખનો ચેક મળેલ છે. તમારા ટેક્સના ૧ર હજાર પ૦૦ જમા કરાવવા પડશે. પ મીનિટમાં રપ લાખ રૂપિયતા ખાતામાં જમા થશે પૈસા જમા કરાવવા માટે એસબીઆઈનું મમતા મંડળનું એકાઉન્ટ નં. ૩૩૬પ૭ પ૩૮૪૬૯ આપ્યા હતા. જેમાં રકમ જમા કરાવી દીધા બાદ રાહુલ પટેલે ફોન કર્યો હતો કે ઈનામ અમેરિકન ડૉલરમાં હોય બીજા દેશની કરન્સીમાં ટ્રાન્સફર કરવા માટે રપ હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ કરન્ટ ખાતુ ખોલાવવા ૧૯૮૦૦, ૧૪૮૦૦, ૪પ૦૦૦, પ૮૦૦ જમા કરાવ્યા હતા. ત્યારબાદ ર,૪૦,૦૦૦ જમા કરાવવાનું કહેતાં કુલ મળીને રૂા.ર૪,૮ર,૦૦૦ જમા કરાવી દીધા હતા અને રૂા.રપ લાખની રોકડ અને ૩૦ લાખની ટ્રાગો ગાડી મળીને પ૧ લાખ રૂપિયા માટે રૂા.ર૪,૮ર,૦૦૦ જમા કરાવી દીધા બાદ આ રકમ ન મળતા આકાશ વર્મા, રાહુલ પટેલ, રાજ સિંધાનીયા સહિતના વિરૂદ્ધ સાયબર ક્રાઈમ અંતર્ગત ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.