(એજન્સી) મુંબઈ, તા.૯
મહારાષ્ટ્ર કોંગ્રેસ મામલાઓમાં પ્રભારી મલ્લિકા અર્જુન ખડગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું કે, કોંગ્રેસે લોકશાહીને અખંડ રાખી માટે એક ‘ચા વાળો’ દેશનો વડાપ્રધાન બની શક્યો.
ખડગે કહ્યું વડાપ્રધાન મોદી દરેક કાર્યક્રમમાં કોંગ્રેસે પાછલા ૭૦ વર્ષમાં શું કર્યું એવો પ્રશ્ન પૂછે છે. પીએમ મોદીના સવાલની પ્રતિક્રિયા આપતા ખડગે કહ્યું કે, એમના જેવો કોઈ ચા વાળો દેશનો વડાપ્રધાન એટલા માટે બન્યો કારણ કે કોંગ્રેસે લોકતંત્રને અખંડ, સ્પષ્ટ રાખ્યું છે. એમણે ઈન્દિરા ગાંધી પર થઈ રહેલ સતત હુમલાઓ ભાજપ દ્વારા જાણીજોઈને કરવામાં આવતું કૃત્ય ગણાવ્યું હતું. ખડગે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, મોદી ૪૩ વર્ષ પહેલાની કટોકટી અંગે વાત કરે છે પરંતુ છેલ્લા ચાર વર્ષની અઘોષિત કટોકટીનું શું ? ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, કૃષિ યોજનાઓ નિષ્ફળ નીવડી છે, ખેડૂતોને નવા દેવા મળતા નથી અને વેપાર પડી ભાંગવાના આરે છે.