હિંમતનગર, તા.ર૪
હિંમતનગર મુકામે સાબરકાંઠા મુસ્લિમ સંકલન સમિતિ તથા અરવલ્લી કો-ઓર્ડીનેશન કમિટીના ઉપક્રમે એનપીઆર, એનઆરસી અને સીએએના વિરોધમાં હસનીયા હોલ ખાતે બંને જિલ્લા દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મિટીંગમાં સાબરકાંઠા જિલ્લાના તમામ નાના, મોટા ગામોમાંથી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાની તમામ જમાતો અને મુસ્લિમ સમાજના તમામ સંપ્રદાયોના લોકો એકી સાથે એક મંચથી આ કાળા કાયદા નો વિરોધ કરવાનો અને એનપીઆર સામે સમગ્ર ગુજરાતની સંવિધાન પ્રેમી જનતા સાથે મળીને અસહકારનું આંદોલન ચલાવવા નિર્ધાર કર્યો હતો.
આ મિટીંગમાં સાબરકાંઠા મુસ્લિમ સંકલન સમિતિના ખાદીમ લાલપુરી સાહેબે સમાજને સંગઠિત થઈને આ કાળા કાયદા સામે લડત ચલાવવા હાકલ કરી હતી. આ કાળા કાયદાને બહિષ્કાર કરવા માટે અને આ વાતને ઘરે-ઘરે પોંહચાડવા માટે પોતાની આગવી શેલીમાં અનુરોધ કર્યો હતો.
અરવલ્લી કો-ઓર્ડીનેશન કમિટીના સભ્ય તારીક બાંડીએ કાયદાની સમજ આપી આઝાદીની લડાઈમાં મુસલમાનોના યોગદાન ઉપર પ્રકાશ પાડ્યો હતો અને સમાજને પોતાના લોકતાંત્રિક અધિકારો માટે જાગૃત થવા અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા અને એનપીઆરનો બહિષ્કાર કરવા આહવાન કર્યું હતું.
અરવલ્લી કો-ઓર્ડીનેશનના સભ્ય ડોક્ટર ઇફતીખાર મલિકે પ્રોજેક્ટર દ્વારા કાયદા અને તેની ગરીબો પર થનારી અસર અને આ કાયદો મુસ્લિમો સાથે બીજા લોકોને પણ અસર કરશે. તે બાબતે સમજણ આપી હતી અને ઉપસ્થિત લોકોને એનપીઆરનો બહિષ્કાર કરી તેની સામે અસહકારનું આંદોલન જે ચાલુ છે. તેને મજબૂત બનાવવા અપીલ કરી હતી અને મોડાસાથી પધારેલા જનાબ મૌલાના અશરફ ઇલોલવી સાહેબે દરેક મસ્જિદના ઈમામ સાહેબોને લોગ જાગૃતિ માટે પોતાના બાયાનોમાં જણાવવા અનુરોધ કર્યો હતો.
સભાના અધ્યક્ષ એડવોકેટ ચાંદની વાલા સાહેબે સાબરકાંઠાના તમામ સામાજિક આગેવાનોને લોકોને જાગૃત કરી કાયદાની સમજ દરેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે કાર્યરત થવા અપીલ કરી હતી અને તમામને સંગઠિત થઈ આ માટે કામ કરવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુર્આનથી રફીકભાઈ વેકરિયાએ કરી હતી. હિંતનગરના તમામ દારૂલ ઉલૂમના ઉલમાયે કિરામ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આમ સમગ્ર ગુજરાત પણ હવે આ કાળા કાયદા સામે અસહકારનું આંદોલન ચલાવવા માટે તૈયાર થઈ રહ્યું છે.
આ સભાનું સ્વાગત પ્રવચન ખલિલ ડોઇ સાહેબે કર્યું હતું અને આભારવિધિ ઝફર હરસોલિયાએ કરી હતી અને સભાના અંતમાં દારૂલ ઉલુમ હસાનીયાના શૈખ હઝરત મુફ્તી ગુલઝાર સાહબે દુઆ ગુજારી હતી.
આ સભાનું સંચાલન મોમીન જમાતના જ. સેક્રેટરી આબિદભાઈ આદાબ નવલપુરીએ કર્યું હતું.
મુસ્લિમ સમાજને સંગઠિત થઈ આ કાયદાઓ સામે લડત ચલાવવા ખાદિમ લાલપુરીની હાકલ

Recent Comments