(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૪
સામાન્ય રીતે પોલીસ દ્વારા કોમી તોફાનની ઘટનામાં સામ સામે અથવા તો એક જ ફરિયાદ નોંધવામાં આવે છે અને રજૂઆતો કરવા છતાં અલગ અલગ ફરિયાદો લેવાનું પોલીસ દ્વારા ટાળવામાં આવે છે, જયારે ગઈકાલે ખંભાત શહેરમાં થયેલા કોમી તોફાનોમાં પોલીસ દ્વારા ભેદભાવ ભર્યું વર્તન દાખવી જુદી જુદી ચાર ફરિયાદો નોંધવામાં આવી છે,અને ચાર ફરિયાદમાં કુલ ૯૪ આરોપીઓમાં સૌથી વધુ ૫૭ મુસ્લિમોને આરોપીઓ તરીકે દર્સાાવવામાં આવ્યા છે, જ્યારે ૩૭ હિન્દુ આરોપીઓ દર્સાવ્યા છે, જેનાંથી પોલીસ દ્વારા એક તરફી કાર્યવાહી કરી હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.
ખંભાત શહેરમાં પૂર્વ આયોજીત હોય તેમ કોમી તોફાનો ગણતરીનાં સમયમાં સમગ્ર શહેરમાં ફેલાઈ ગયા હતા અને પથ્થરમારો આગચંપી સહિતની ઘટનાઓ બની હતી, તેમ છતાં પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ચાર ફરિયાદો નોંધવામાં આવી છે, જેમાં પોલીસે એક તરફી નીતિ બનાવી રાજકીય ઈસારે પીરજપુર વિસ્તારમાં થયેલા તોફાનની અલગ ફરિયાદ નોંધીને તેમા સાત મુસ્લિમ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે કુલ ચાર ફરીયાદોમાં ૯૪ આરોપીઓ નામજોગ દર્સાવવામાં આવ્યા છે, જેમાં ૫૭ મુસ્લિમ આરોપીઓ તેમજ ૩૭ હિન્દુ આરોપીઓ દર્સાવવામાં આવ્યા છે. તેમાં પણ એક ચોક્કસ કોમનો બચાવ કરવાનો હોઈ કટ્ટરવાદી સંગઠનોનાં તત્વોનો કોઈ ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ભાજપનાં એેક ચુંટાયેલા પદાધિકારી તોફાનો બાદ ખંભાત ખાતે દોડી ગયા હતા અને ત્યારબાદ જ પોલીસ દ્વારા જુદી જુદી ચાર ફરીયાાદો નોંધી તેમાં મુસ્લીમ આરોપીઓનાં નામ દર્સાવવામાં આવ્યા હતા.
કોમી રમખાણ બાદ અકબરપુર, લાલ દરવાજા, ભાવસારવાડ, ભોઈબારી, પીઠ બજાર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાતા ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાયું છે. એલ.સી.બી, એસ.ઓ.જી, ૩-એસ.આર.પી ટીમ, ૧-રેપીડ એક્શન ફોર્સ, ૩-ડી.વાય.એસ.પી, ૭-પી.આઈ, ૧૧-પી.એસ.આઈ, ૧૦૭-પોલીસ જવાનો, ૧૦૦-હોમગાર્ડ સહિતનો પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. રેન્જ આઈ.જી, ઉચ્ચ અધિકારી સહિત પોલીસ દ્વારા ખંભાતમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ૪૮ જેટલાની ધરપકડ કરવામાં આવી છે.