અમરેલી,તા.૨
અમરેલીમાં ગાયકવાડ રાજાના સમયમાં સ્થપવામાં આવેલ ઐતિહાસિક ઇમારત રાજમહેલની સરકારી તંત્ર દ્વારા કોઈ જાળવણી કરવામાં ના આવતા જિલ્લાના એક માત્ર ઐતિહાસિક મહેલ દુર્દશા હાલતમાં જોવા મળેલ છે. સરકાર દ્વારા અહીં કોઈ મરામત કે સફાઈ સહિતની કામગીરી કરવામાં નહિ આવતા રાજમહેલ ખંઢેર હાલતમાં જોવા મળેલ છે.
ઐતિહાસિક ધરોહર સમાન આ રાજમહેલની સ્થાપના ગાયકવાડ સ્ટેટ વખતે ગાયકવાડ રાજા દ્વારા કરવામાં આવી હતી, રજવાડાનો સમય સમાપ્ત થતા આ મિલકત સરકારી તંત્રએ કબ્જો લીધેલ હતો, વર્ષો પહેલા અહીં ચીફ ડીસ્ટ્રીકટ કોર્ટ, તેમજ કલેકટર કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, પુરવઠા કચેરી વિગેરે કેચેરી આ રાજમહેલ બિલ્ડિંગમાં આવેલ હતી, આ કચેરીઓ અહીં હતી ત્યાં સુધી રાજમહેલની મરામત સફાઈ અને કલર સહિતની કામગીરી થતી હતી પરંતુ આ તમામ કચેરીઓનું સ્થળાન્તર થતા રાજમહેલની સરકારી તંત્ર દ્વારા મરામત કે સફાઈ કલર સહિતની કામગીરી કરવામાં નથી આવતી. હાલ આ ઐતિહાસિક મહેલ જે અમરેલી જિલ્લામાં ક્યાંય ના હોઈ તેવો મહેલ છે પરંતુ દેખરેખ અને જાળવણી ના થતા ખંઢેર હાલતમાં જોવા મળેલ છે. જો આ મહેલની જાળવણી કરવામાં આવે તો અહીં ટુરિસ્ટરોનું પણ અવન જાવન થશે જેથી શહેરમાં રોજગારી પણ વધશે. રાજમહેલના ઝરુખા એક દ્રષ્ટિએ જોતાજ રહીએ તેવા સુંદર રીતે લાકડાની ફ્રેમથી મઢેલ છે, આ ઝરુખાની છત પણ લાકડાના ફ્રેમમાં નળિયાં વાળી છે જે દેખાવમાં ખુબજ સરસ દેખાતી સુંદર દ્રસ્યોમાં જોવા મળે છે પરંતુ આ ઝરુખા એકદમ જર્જરતી તેમજ નળિયા તૂટી ગયેલ હાલતમાં છે, હવા ઉજાસ માટે મોટી મોટી ખિડકીઓ છે તે પણ કલર નાઅભાવથી ખરાબ હાલતમાં છે, રાજમહેલના ટોચ ઉપરના મિનાર ટાઈપના સ્થંભ ખુબજ આકર્ષક પમાડે તેવા છે. રાજમહેલ અંદર મોટા મોટા ખંડ આવેલ છે. જેમાં મોટા મોટા લાકડના સ્થંભો ઉપર ઉભેલ છે, તેમજ અંદરના રૂમોમાં પથ્થરોની લાદી, ઉપરના માળે જવા માટે લાકડાની સીડી લોખંડની ફ્રેમથી બનાવામાં આવેલ છે, લાકડાની સીડીઓમાં બનાવામાં આવેલ લાકડાની રેલિંગ પણ રજવાડાના સમયની છે, રાજમહેલની સરકારી તંત્ર દ્વારા જાળવણી કરવામાં આવે તો એક જોવા લાયક સ્થળમાં સ્થાન પામી શકે છે. સરકાર દ્વારા રાજમહેલમાં મ્યુઝીયમ બનાવામાં આવે તો બહારથી ટુરિસ્ટરો પણ આવશે જેથી સરકારી તંત્રની આવક વધશે તેમજ રોજગારી પણ વધશે, અમરેલી શહેરમાં વસ્તા લોકોને ત્યાં મહેમાન આવે તો તેમને ક્યાં ફરવા લઇ જવા તે પ્રશ્ન સતાવે છે, જો મ્યુઝીયમ અથવા અન્ય કોઈ સરકાર દ્વારા જોવાલાયકસ્થળની સ્થાપના કરવામાં આવે તો શહેરના લોકોનો પ્રશ્ન પણ હલ થઇ જાય.