(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૩
અડાજણ વિસ્તારમાં પાંચ દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં એક યુવકનું ચાર અપહરણકર્તા બળજબરીપૂર્વક તેની ગાડીમાં બેસાડીને અપહરણ કરી લઇ જતા હતા તે દરમિયાન તેનો મિત્ર બચાવવા આવતા અપહરણકર્તાઓએ તેને ઢોર માર મારી યુવકનું અપહરણ કરી તેના પરિવાર પાસેથી રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે મિત્રતા અપહરણ અંગે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી મોડી રાત્રે ચારે અપહરણકર્તાની ધરપકડ કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સચીન વિસ્તારમાં રહેતો વિશ્વેસ તિવારી ઉર્ફે ગસીયો થોડા મહિના પહેલા તેની બહેનના લગ્ન માટે નાનપુરા માછીવાડ ખાતે રહેતો મિતલ મનહરભાઇ નાતાલી પાસેથી ઉછીના રૂપિયા ચાર લાખ લીધા હતા જે તેણે પરત આપ્યા ન હતા. જેની અદાવતમાં ચાર દિવસ પહેલા વિશ્વેસ તિવારી તથા તેમના મિત્ર અંકુર માધુભાઇ પટેલ હજીરા રોડ, ઉપર પાલ હવેલી પાસે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં બેઠા હતા તે દરમિયાન લેણદારે મિતલ તથા તેના સાગરીત સંદિપ ઉર્ફે બાડો યથવંતભાઇ ખેરાવાલા, બ્રિજેશ કિરણ ભાઇ પટેલ તથા અનુ ઉર્ફે અનિલ રામુભાઇ રાઠોડે તથા પહોંચીને વિશ્વેસને ઢીક મુક્કીનો માર મારીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને લઇ જઇ રહ્યાં હતા. તે દરમિયાન તેનો મિત્ર અંકુર બચાવ જતા ચારેય અપહરણકર્તાઓ તેને પણ માર માર્યો હતો અને ત્યારબાદ વિશ્વેસને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણ કરી કોઇ જગ્યાએ લઇ જઇને તેના મોબાઇલ ફોન દ્વારા તેના પરિવારને ફોન કરીને લેણદારે તેના ખાતામાં રૂપિયા ૩.૭૦ લાખ જમા કરવાનું કહ્યું હતું અને રૂપિયા જમા નહી કરાય તો વિશ્વેસના જાનનું જોખમ હોવાનું જણાવતા આખરે મામલો અડાજણ પોલીસ મથકે પહોંચતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તમામ અપહરણકર્તાને ઝડપી પાડ્યા હતા.