(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૭
સઉદી સરકારના નવા કાયદા મુજબ હવે જે લોકોએ પહેલા હજ કરેલ છે અને ફરી હજે બયતુલ્લાહ જોવા માગે છે. એમના માટે વિઝા ફીમાં સઉદી સરકારે ર૦૦૦ રિયાલનો વધારો કરેલ છે. એ માટે વિઝા લેતાં પહેલા વેબસાઈટ ઉપર ઓનલાઈન ભરવાના રહેશે. તેથી બીજીવાર હજ માટે જતાં હાજીઓ માટે આ નાણાં ટૂર ઓપરેટરને જમા કરાવવા ફરજિયાત છે. એના સિવાયે વિઝા મળશે નહીં તેમ જણાવાયું છે. જો કોઈ સંજોગોમાં શરૂઆતના ગ્રુપમાં હાજીઓના વિઝા લાગી ગયા હશે તો તે હાજીઓએ જિદ્દાહ એરપોર્ટ ઉપર આ ર૦૦૦ રિયાલ ભરવાના રહેશે. તેથી આવા તમામ હાજીઓએ તે રકમ હાથ ઉપર રાખવી પડશે. આમ છેલ્લા ગ્રુપમાં જનાર હાજીઓએ આ તફાવતની રકમ તાત્કાલિક પોતાના ટૂર ઓપરેટરને જમા કરાવી દેવા ગુજરાત સ્ટેટ હજ-જિયારત ટૂર ઓર્ગેનાઈઝર એસોસિયેશને એક યાદીમાં જણાવ્યું છે.