(એજન્સી) બેંગ્લુરૂ, તા.૩૧
કર્ણાટકમાં જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બન્યા બાદ ખાતાઓની વહેંચણીના મુદ્દે સઘન ચર્ચા બાદ અને નાણામંત્રાલય જેડીએસ પાસે અને ગૃહમંત્રાલય કોંગ્રેસ પાસે રાખવા બંને પક્ષો સંમત થયા હતા. તેમ ઉચ્ચ સૂત્રોએ કહ્યું હતું. બંને પક્ષોના નેતાઓએ આ મુદ્દે પાંચ તબક્કે ચર્ચાઓ કરી હતી. બંને ખાતાઓની વહેંચણી અંગે સંમતિ સધાઈ હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ અમેરિકાથી પક્ષના નેતાઓને મોહમન રાખવા સલાહ આપી હતી. બંને પક્ષો વચ્ચે ખાતા વહેંચણીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. કોંગ્રેસના મંત્રી કેસી વેણુગોપાલે અને જેડીએસના મંત્રી દાનિશ અલી વચ્ચે આ મુદ્દે વધુ મંત્રણાઓનો દોર ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, જેડીએસને નાણાં મંત્રાલય મળશે. તેમણે કહ્યું કે, તેઓ મુખ્યમંત્રી કુમાર સ્વામી અને પૂર્વ વડાપ્રધાન દેવગૌડાને મળશે.
દિલ્હીમાં ગુલામનબી આઝાદના નિવાસે બંને પક્ષના નેતાઓ મળ્યા હતા. જેમાં અહમદ પટેલ, અશોક ગેહલોત, વેણુગોપાલ અને દાનિશ અલીનો સમાવેશ થાય છે. ખાતાઓની ફાળવણી મુખ્યમંત્રી માટે ગળાની હડ્ડી સમાન પૂરવાર થયું છે.