(એજન્સી) તા.રર
મોદી સરકારમાં દેશની સૌથી વધુ નફો આપનારી તેલ કંપનીઓ પર પણ ખતરો વધતો જઈ રહ્યો છે. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી)ને છોડીને ચારેય મોટી સરકારી તેલ કંપનીઓના નફામાં ઘટાડો થયો છે. પરંતુ પ્રથમ વખત લોન લેવા અને બીજી કંપનીઓમાં રોકાણની સાથે સાથે કેશ રિઝર્વ ઘણુ ઓછુ થવાના કારણે ઓએનજીસી વધુ વિવાદોમાં રહી છે. ત્યાં, દેશની પ્રમુખ ખાનગી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના તેલ બીજનેસનો ના માત્ર નફો વધ્યો છે. ઉપરાંત તે દેશની સૌથી મોટી તેલ કંપની બની ગઈ છે. પાછલા એક પખવાડિયા દરમ્યાન બ્રિટનની રીટેલ કંપની બીપી અને દુબઈની કાચુ તેલ સપ્લાય કરનારી આરામકોની સાથે થયેલી સમજૂતી પછી રિલાયન્સનું તેલ સેકટર પર એક છત્ર રાજ થઈ જશે. શરૂઆત કર્યે છીએ દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઓએનજીસીથી. ઓએનજીસી થોડાક સમય પહેલા સુધી સતત નફો મેળવતી ઋણ મુકત કંપની હતી. રોકડ મામલામાં પણ કંપનીનું ઉદાહરણ આપવામાં આવતું હતું. પરંતુ હવે એવું નથી. પાછલા કેટલાક વર્ષોથી ઓએનજીસી પર બીજી કંપનીઓમાં રોકાણ માટે દબાણ નાખવામાં આવી રહ્યું છે. તે માટે ઓએનજીસીને લોન પણ લેવી પડી. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના અધિગ્રહણ અંગે ઓએનજીસીના પગલાં અંગે ઘણી ટીકાનો સામનો કરવો પડયો. નિષ્ણાતોનું માન્યે તો કંપનીની સ્થિત બગડવામાં આ પગલાનો મોટો હાથ રહ્યો. ઓગસ્ટ ર૦૧૭માં દેવામાં ડુબેલી ગુજરાતની આ કંપનીના ૮૦ ટકા ઓનએનજીસીએ ખરીદી લીધા તે માટે ઓનએનજીસીએ ૭પ૩૦ કરોડ રૂપિયાની ચુકવણી કરી. ગત બજેટ સત્ર દરમ્યાન ૩ જુલાઈ ર૦૧૯એ રાજયસભામાં આ ડીલ પર પ્રશ્ન ઉઠાવતા સભ્ય મનિષ ગુપ્તાએ પૂછયું કે શું સરકારના પોતાના વિનિવેશનું લક્ષ્ય મેળવવા માટે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ભાગીદારી ખરીદવા માટે ઓએનજીસીને બેન્કો પાસેથી લોન લેવી પડી. તેની પર પેટ્રોલિયમ મંત્રીએ સ્વીકાર્યું કે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના ૭પ૬૦ કરોડ રૂપિયાની ચૂકવણી માટે ટર્મ ડિપોઝિટની વિરૂદ્ધ લોન લેવી પડી. મનિષ ગુપ્તાનો બીજો પ્રશ્ન હતો કે શું આ ઉધારતા કારણે ઓએનજીસીની આર્થિક સ્થિતિ ખરાબ થઈ અને કંપનીની સામે પ્રથમ વખત રોકડનું સંકટ ઉભુ થઈ ગયું છે. તેના જવાબમાં સરકારે જણાવ્યું કે ઓએનજીસીની પાસે ૩૧ માર્ચ ર૦૧૯ સુધી રોકડ અને બેન્ક બેલેન્સ તરીકે પ૦૪ કરોડ રૂપિયા હતા, અને કંપનીની સાખ જોતા તેને પોતાની વર્કીંગ કેપિટલ (કાર્યશીલ મુડી) માટે લોન મળી શકેછ.ે જયારે આ જવાબની તપાસ કરવા માટે ઓએનજીસીની વાર્ષિક રિપોર્ટ ર૦૧૮-૧૯નો અભ્યાસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે ૩૧ માર્ચ ર૦૧૯ સુધી કંપનીની પાસે રોકડ તરીકે માગ ૧૭.૯૭ કરોડ રૂપિયા હતો. જયારે બેન્ક બેલેન્સ ૪૮૬ કરોડ રૂપિયા હતું.
સરકાર જોરદાર પ્રચારિત કરી રહી છે કે ઓએનજીસીનો નફો વધી ગયો છે. ઓએનસીજીસને ર૦૧૮-૧૯મા કરોડની ચૂકવણી કર્યા પછી ર૬,૭૧પ કરોડ રૂપિયાનો કુલ નફો થયો જયારે ર૦૧૭-૧૮માં કંપનીને ૧૯,૯૪પ કરોડ રૂપિયાની નફો થયો હતો. પરંતુ ઓએનજીસી ના જૂના વાર્ષિક રિપોર્ટ ચકાસીને જોઈ શકો છો કે આ કંઈ રીતે ઓછું છે.
આ ઉપરાંત ઓએનજીસીના સંશોધનો અને વેપારનું ખાનગીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં ૧૩ ફેબ્રુઆરી-ર૦૧૯એ આ બાબતે પ્રશ્ન કરવામાં આવ્યો કે શું હાઈડ્રો કાર્બન મહાનિર્દેશાલય (ડીજીએચ)એ ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડના ઓઈલ પ્રોડ્યુસિંગ ફીલ્ડની ઓળખ કરી છે જેને ખાનગી સેક્ટરને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની પર પેટ્રોલિયમ મંત્રી અશોક પ્રધાને જવાબ આપ્યો કે આવા તેલનું ઉત્પાદન વધારવા માટે શું કરવામાં આવી રહ્યું છે. ત્યાં આ વિશે ૧૭ જુલાઈ ર૦૧૯-એ પણ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું કેન્દ્ર સરકારે ખાનગી કંપનીઓને ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડના તેલ ક્ષેત્રોને વેચવાનો નિર્ણય લીધો છે ? ત્યારે સરકારે જણાવ્યું કે, ૬૬ નાના તેમજ સીમાંત ફીલ્ડની રેવન્યુ શેયરીંગ બેસિસ પર હરાજી કરવામાં આવી છે.
સરકારનો તર્ક છે કે આ આવા ફિલ્ડ છે જે ઓએનજીસી અને ઓઈલ ઈન્ડિયા લિમિટેડના તો છે પરંતુ અનેક વર્ષોથી અહીં કોઈ ઉત્પાદન થઈ રહ્યું નથી. સરકારે દાવો કર્યો કે તેનો ઉદ્દેશ ખાનગીકરણ નથી પરંતુ હરિફાઈને પ્રોત્સાહન આપવાનો છે, માટે સરકારી કંપનીઓને પણ ટેન્ડર કરવા માટે જણાવવામાં આવ્યું છે. પરંતુ સરકારે પોતાના જવાબની સાથે ટેન્ડર મેળવનારી કંપનીઓની જે યાદી જારી કરી છે. તેનાથી જાણવા મળે છે કે ૬૬માંથી ૪૬ ઓઈલ ફિલ્ડ ખાનગી કંપનીઓને સોંપી દેવામાં આવ્યા છે. તેમાં અનેક કંપનીઓ નવી નવી છે અને તેની શરૂઆત ર૦૧પ પછી થઈ છે.
અન્ય કંપનીઓની સ્થિતિ વધુ ખરાબ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)નો નફો પાછલા બે વર્ષથી ઓછો થઈ રહ્યો છે. તેમજ હિન્દુસ્તાન પેટ્રોલિય (એચપીસીએલ)ના નફામાં પણ ઘટાડો થયો છે. તેને ર૦૧૬-૧૭માં ૬ર૦૯ કરોડ રૂપિયાનો નફો થયો હતો. જે ર૦૧૭-૧૮માં વધીને ૬૩પ૭ કરોડ રૂપિયા થઈ ગયો. પરંતુ ર૦૧૮-ર૦૧૯માં આ ઘટીને ૬૦ર૯ કરોડ રૂપિયા રહી ગયો. તેમજ એચપીસીએલનું ટર્ન ઓવર વધ્યું છે.