(એજન્સી) તા.૧૮
પુલવામા હુમલા પછી દેશભરમાં કાશ્મીરીઓને મળતી ધમકીઓ સંદર્ભે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે સોમવારે કહ્યું હતું કે તેમણે રાજ્યમાં પોલીસને કાશ્મીરી વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી કરવા કહ્યું છે. કેપ્ટને ટ્વીટ કરીને કહ્યું હતું કે કાશ્મીર આપણો ભાગ છે અને પુલવામા હુમલાના કારણે નિર્દોષ કાશ્મીરીઓ પર થઈ રહેલા હુમલા અને તેમની હેરાનગતિ અસ્વીકાર્ય છે. પુલવામા હુમલા પછી કેપ્ટન અમરિન્દરસિંઘે કહ્યું હતું કે હવે બહુ થયું અને તેમણે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે પાકિસ્તાનના હિચકારા કૃત્યનો જડબાતોડ જવાબ આપવામાં આવે.
કાશ્મીરીઓની હેરાનગતિ સ્વીકાર્ય નથી : પંજાબના મુખ્યમંત્રીએ સુરક્ષા પૂરી પાડવાની ખાતરી આપી

Recent Comments