(સંવાદદાતા દ્વારા) નડિયાદ, તા.૧૦
પોલીસ અધિક્ષક ખેડા-નડિયાદ જિલ્લામાં બનતા ગુનાઓ અટકાવવા સારૂ આપેલ સૂચના હેઠળ પોલીસ ઈન્સ્પેક્ટર એસઓજી ખેડા-નડિયાદના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ લીંબાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ચાર્ટર્ડની કામગીરી સંબંધે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સાથેના પો.કો. જયેન્દ્રસિંહ પ્રવિણસિંહને મળેલ બાતમી આધારે એક મહેન્દ્રા બોલેરો પીકઅપ ગાડી જેનો નંબર જીજે-ર૭યુ-૮ર૧રમાં ગેરકાયદેસરનો ઓએનજીસીનો કાચા ક્રૂડ ઓઈલનો જથ્થો ચોરીનો હોવાની બાતમી હકીકત આધારે પૂંજેરા ચોકડીએ રોકી લઈ ગાડીના કેબિનમાં બેઠેલ ચાલક પ્રેમરાજ ઉર્ફે પ્રેમચંદ ડુંગરચંદ બલાઈ રહે. શિવપુર, તા.માંડલ, જિ.ભીલવાડા (રાજસ્થાન) તથા સુવાલાલ રઘુનાથ સુથાર રહે. દેલાસ તા.માંડલ જિ. ભિલવાડા (રાજસ્થાન) બંને રહે હાલ મેમનગર અમદાવાદએ મહેન્દ્રા પીઅકપ ગાડીમાં બેરલમાં ભરેલ કાચુ ક્રૂડ ઓઈલ લિટર ૧૮૦૦ ઉપરોક્ત આરોપીઓ પાસેથી ચોરીનો મુદ્દામાલ હોય જેઓ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી કુલ્લે મુદ્દામાલ રૂા.૪.૮૦ લાખના આશરેનો કબજે કરી તેઓ વિરૂદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.