(એજન્સી) બીજિંગ, તા.૨૯
ચીનમાં રહેતા અને લસણનીં ખેતી કરતા એક ખેડૂતનું સ્વપ્ન હતુ કે, પોતે એક દિવસ વિમાન ઉડાડશે પણ એ સ્વપ્ન પુરુ ન થયું. પણ તેણે પોતે જ વિમાન બનાવ્યું અને હવે સમગ્ર ચીનમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પોતાના ખેતરમાં તેણે મોટા વિમાનની પ્રતિકૃતિ બનાવી છે. તેને આખરી ઓફ અપાઇ રહ્યો છે. આ વિમાનની ચારેકોર ઘંઉનાં ખેતરો છે. ઝૂ યુ નામનો આ ખેડૂત પોતાનું પ્રાથમિક શિક્ષણ પણ પુરુ કરી શક્યો નથી અને ખેતી કરે છે. આ પછી તેણે વેલ્ડીંગવર્ક શરૂ કર્યું હતું. ગયા વર્ષે તેને એ યાદ આવ્યું કે, તે પોતે ક્યારેય વિમાન ઉડાડી શકશે નહીં. પણ તેને એ વિચાર આવ્યો. ભલે એ પોતે વિમાન ઉડાડી શકે નહીં પણ વિમાન બનાવી તો શકે ને! આ ખેડૂતે પોતાની આખી જિંદગીની કમાણી આ વિમાન બનાવવામાં ખર્ચી નાંખી. આ વિમાન બનાવવા માટે ઓનલાઇન ડિઝાઇન જોઇ. ખુબ મહેનત કરી. તેનું સ્વપ્ન પુરુ કરવા માટે રાત-દિવસ એક કર્યા. તેણે આ વિમાન બનાવા માટે ૬૦ ટન સ્ટીલનો ઉપયોગ કર્યો છે. તેને આ કામમાં મદદ કરવા માટે અન્ય પાંચ મિત્રો પણ તેની સાથે જોડાયા. ઘરે બનાવેલું આ વિમાન હમણાં ઉડશે નહીં. ખેડૂતની ઇચ્છા છે કે, આ વિમાનને હોટેલમાં બદલી દેવું. વિમાનની આ પ્રતિકૃતિમાં એ તમામ વસ્તુઓ છે જે સાચા વિમાનમાં હોય છે.
તેણે કહ્યું કે, અહીં જમવા આવનાર દરેક વ્યક્તિ માટે લાલ ઝાઝમ પાછરીશું. દરેક વ્યક્તિને અહીંયા એવો અનુભવ થશે કે, જાણે તે પોતે એક દેશનો વડો છે. આ વિમાનમાં ૧૫૬ વ્યક્તિઓ બેસી શકે એટલી ક્ષમતા છે.
ચીનના વિમાન ઉડાડવાનું સપનું પૂરૂં ન થતાં ખેડૂતે જાતે જ વિમાન બનાવ્યું !

Recent Comments