શહીદ મંજૂરહુશેન પીરઝાદા હાઈસ્કૂલ સિંધાવદરમાં અભ્યાસ કરતી સાત ખેડૂત પુત્રીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરાઈ છે.
તાજેતરમાં જ પૂર્ણ થયેલી રાજ્યકક્ષાની શાળાકીય ડોઝબોલ સ્પર્ધામાં આ લઘુમતી શાળાએ પુરા રાજ્યમાં અંડર ૧૭માં સિલ્વર મેડલ અને અંડર ૧૯માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ રમતનું પ્રદર્શન કરનાર ખેલાડીઓની પસંદગી રાષ્ટ્રીયકક્ષા માટે થતી હોય છે. જેમાં શહિદ મંજૂરહુશેન પીરઝાદા હાઈસ્કૂલની અંડર ૧૯માં ત્રણ (૩) ખેલાડીઓ માણસીયા માસુરા, પરાસરા શારીકબાનું અને કડીવાર ગુલીસ્તાબાનુંની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઇ તેમજ અંડર ૧૭ ગ્રૂપમાં ચાર (૪) ખેલાડીઓ શેરસીયા અલ્ફિયાજ, શેરસીયા સુરૈયા, સિપાઈ સુજાનાબાનું અને કડીવાર મોહીનાબાનુંનો રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામેલ છે. આ સાતેય ખેલાડીઓ હવે રાષ્ટ્રીયકક્ષાએ ગુજરાતની ભિન્ન ટીમોનું પ્રતિનિધિત્વ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજ શાળાની ખેલાડી બહેનોએ ગયા વર્ષે પણ રાષ્ટ્રીયકક્ષાએ ડોઝબોલમાં ચાર બ્રોન્ઝ મેડલ મેળવીને ભારત ભરમાં મોમીન મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું હતું.
મોમીન સમાજનું ગૌરવ વધારનાર ખેલાડી બહેનો તેમજ આ ખેલાડીઓને તાલુકા કક્ષાએથી છેક રાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચડવા માટે સતત કાર્યશીલ રહી તનતોડ મહેનત કરનાર તેઓના કોચ શ્રી જુનેદહુસેન વડાવીયાને શાળામંડળના પ્રમુખ અલ્હાજ ખુરશીદહૈદર પીરઝાદા તેમજ શાળાના આચાર્ય બાદી તથા સમગ્ર શાળા પરિવાર અને વાલીમંડળે શુભેચ્છા પાઠવી હતી અને રાષ્ટ્રીયકક્ષાએ પણ મેડલ લઈને આવે તેવી શુભેચ્છા પાઠવી હતી.