અમદાવાદ, તા.૧૬
કોર્પોરેટ કંપની દ્વારા ખરીદવામાં આવેલી ખેતીની જમીન મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો આપતા જણાવાયું હતું કે, એક વખત ખેતીની જમીન વેંચાણ કરી દીધા બાદ આવી જમીન પરત મેળવવા માટે ખેડૂતો હક્કદાર રહેતા નથી. ગુજરાત હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, કોર્પોરેટ કંપનીઓને ખેતી માટે પોતાની ખેતીની જમીન એકવાર વેચ્યા પછી, ખેડૂતોને સોદાના વેચાણ અને માગને રદ કરવાનો અધિકાર નથી. ખેતીની જમીનના વેચાણ પર પ્રશ્ન ઉઠાવી ખેડૂતોના પેચીદા પ્રશ્ર્ને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ આર.એસ. રેડ્ડી અને ન્યાયમૂર્તિ એમ એમ પંચોલીની ડિવિઝન બેંચે સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ચત્રિસા ગામના ૨૦ ખેડૂતો દ્વારા દાખલ કરેલી અપીલને ફગાવી દીધી હતી. આ કિસ્સામાં, શિવગંગા ફાર્મ્સ પ્રા.લિ. નવેમ્બર ૨૦૦૯ માં ખેડૂતો પાસેથી ખેતીની જમીન ખરીદી હતી અને તેને વિકસાવવા અને આધુનિક ટેકનીકો સાથે ખેતી કરવા નક્કી કર્યું હતું. જો કે આ મામલે આ વેચાણને મામલતદારે નોટિસ ફટકારી બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલ્ચરલ લેન્ડ્સ એક્ટની કલમ ૬૩ ના ભંગ માટે સુઓ મોટો કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે તારણ કાઢ્યું હતું કે કંપની એક ખેડૂત ન હતી અને તેથી જમીન વેચાણ કાયદાનું ઉલ્લંઘન હતું. જે ઓક્ટોબર ૨૦૧૪ માં વેચાણની કાર્યવાહીને અમાન્ય ગણાવી હતી કારણ કે કંપની ખેડૂત ન હતી. ખેડૂતોએ વેચાણ રદ કરવાની માગણી કરીને હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે એવી દલીલ કરી હતી કે કંપનીએ વચન આપ્યું હતું કે તે સ્થાનિક લોકો માટે નોકરી આપશે, પરંતુ ખેડૂતોના પરિવારોના જેઓ તેમનાં ખેતરો માટે ખેડૂતોની જમીન વેચી દીધી હતી, પરંતુ કંપની દ્વારા વચન સાચવવામાં આવ્યું ન હતું. આ કેસમાં હાઈકોર્ટની સીંગલ બેંચે ખેડૂતોની ફરિયાદ ફગાવી દીધી હતી.
ખેતીની જમીન વેચાણ કર્યા બાદ પરત મેળવવા ખેડૂતો હકદાર નથી : હાઈકોર્ટ

Recent Comments