અમદાવાદ, તા. ૭
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઈ હવે ગામે-ગામથી હાર્દિકના સમર્થનમાં લોકો આગળ આવી રહ્યા છે ત્યારે બોટાદના ભદ્રાવડી ગામના ૧પ૦ જેટલા ખેડૂતો સરકારને પોતાનું લોહી મોકલશે તેમના મતે આ સરકાર ખેડૂતોના લોહીની તરસી છે.
બોટાદના ભદ્રાવડી ગામે હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે યજ્ઞનું આયોજન કરાયું છે. શિવયજ્ઞમાં ગામના અલગ અલગ સમાજના લોકો જોડાયા હતા અને ૧૫૦ જેટલા ખેડૂતો દ્વારા પોતાનું લોહી કાઢી સરકારને મોકલશે. કારણ કે સરકાર ખેડૂતોના લોહીની તરસી છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફી તેમજ અનામત મળે તેવી માગ સાથે છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ શરુ કર્યા છે.ત્યારે ૧૪ દિવસથી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલની તબિયત દિવસેને દિવસે લથડી રહી છે.ત્યારે આજે હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય નીરોગી અને તંદુરસ્ત રહે તેમજ સરકાર સામે લડી શકે અને સરકારને સદબુદ્ધિ મળે તેને લઈ બોટાદના ભદ્રાવડી ગામે આજે ગામના અલગ અલગ સમાજના લોકો દ્વારા મંદિરે યજ્ઞનું આયોજન કરાયું હતું.
જેમાં ગામના અલગ અલગ સમાજના લોકો યજ્ઞમાં જોડાયા હતા. તેમજ જય સરદાર જય પાટીદારના નારા લગાવામાં આવ્યા હતા. શિવયજ્ઞમાં મહિલાઓ સહિત ગામ લોકો મોટી સખ્યામાં જોડાયા હતા.
ત્યારે ખેડૂતો દ્વારા સરકાર જાગે અને ખેડૂતો સામે જોવે તેવા હેતુ સાથે એક અનોખું આયોજન કરાયું હતું.જેમાં ગામના ૧૫૦ જેટલા ખેડૂતો દ્વારા પોતાના શરીરમાંથી લોહી કાઢવામાં આવ્યું હતું અને તે લોહી ગુજરાતના મુખ્યમંત્રીને મોકલવામાં આવશે અને જો સરકારને ખેડૂતોનું લોહી જ પીવું હોય તો આ લોહી પી લે અને જો ઘટે તો બીજું પણ મોકલવા આવશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતુ.