(એજન્સી) નવી દિલ્હી, તા.૩
હજારો આંદોલનકારી ખેડૂતોને મંગળવારે મધરાતે દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી મળતા તેમણે દેખાવો સ્થગિત કર્યા હતા. ખેડૂતો ચૌધરી ચરણસિંગની સમાધિ કિસાન ઘાટ પહોંચ્યા હતા. દેખાવકાર ખેડૂતો પર વોટર કેનનથી પોલીસે મારો ચલાવ્યો હતો. તો અજાણ્યા લોકોએ તેમના પર બુલેટ ફાયર કર્યા હતા. ૧ર દિવસથી કૂચ કરી ખેડૂતો કિસાનઘાટ પહોંચ્યા હતા. ખેડૂતોએ તેમની માગણીઓ માટે સરકાર સમક્ષ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. તેઓ બુધવારે સવારથી પોતાના વતન તરફ જવા રવાના થયા હતા. હરિદ્વારના ટીકાયત ઘાટથી ર૩ સપ્ટેમ્બરે ખેડૂતોએ કૂચ યોજી ૧ર દિવસ બાદ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં ચૌધરી ચરણસિંગની સમાધિ સ્થળ કિસાનઘાટ ખાતે કૂચ સમાપ્ત કરી હતી.