(એજન્સી) તા.૨૮
કૃષિ આવકમાં ઘટાડાના પગલે ભારતના મોટા ભાગના રાજ્યોમાં ખેડૂતો આહારના ભાવોમાં આવેલા ‘ડિફ્લેશન’ સામે ઝઝૂમી રહ્યા છે અને અનૌપચારિક કૃષિ અર્થતંત્ર ભાંગી પડ્યું છે. આર્થિક વૃદ્ધિ દરમાં તીવ્ર ઘટાડો અને ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારો પર તોળાતા કાપનો સામનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હજારો ખેડૂતોના દેખાવો એ વાતનો નિર્દેશ આપે છે કે મેાદીને સત્તા પર લાવનારા જે વચનો હતા તેનો અમલ કરવામાં મોદી સરકાર નિષ્ફળ ગઇ છે. ૧૫ સપ્ટે.ના રોજ ભાજપ દ્વારા શાસિત ઉ.પ્ર. અને મહારાષ્ટ્ર સહિત રાજસ્થાનના અધિકારીઓ ૧૩ દિવસના વિરોધ બાદ ખેડૂતોની લોન માફી કરવાના વચન આપવામાં જોડાયા હતા પરંતુ ખેડૂતોને સંતોષ થયો નથી.
૧.૫૦ કરોડ સભ્યોનું પ્રતિનિધિત્વ કરતા કિસાનોના સંગઠન ઓલ ઇન્ડિયા કિસાન સભાના ૬૦ વર્ષના નેતા અમરા રામે જણાવ્યું હતું કે અમે હવે ૩૦ ઓક્ટો.ના રોજ રાષ્ટ્રીય રેલી યોજવાનું આયોજન કરી રહ્યા છીએ કે જ્યારે અમે હાથમાં મશાલો લઇ જઇશું અને સરકારને બતાવીશું કે તેઓ અંધારામાં છે. અમારી કૃષિ આવક ઘટી રહી છે અને અમારા માટે ક્યાંય રોજગાર નથી. કુલ ૩ કરોડની સંયુક્ત સભ્યપદ ધરાવતા કૃષિ અને શ્રમ સંઘોએ પણ દેખાવોમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. ભારતીય મજદૂર સંઘ ૧૭ નવે.ના રોજ સરકારની નીતિઓનો વિરોધ કરવા સંસદ ભણી કૂચનું આયોજન કરનાર છે.
ભારતની અડધાથી વધુ શ્રમિક વસ્તીને રોજગાર આપતંુ કૃષિ ક્ષેત્ર નવે.માં મોદીના રોકડ પ્રતિબંધથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત થયંુ છે. અનેક હાડમારીઓ હોવા છતાં ખેડૂતોએ મેાટા ભાગે મોદીના પગલાંને સમર્થન આપ્યું હતું. આમ એકબાજુ આર્થિક મંદીથી ચિંતિત એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ઉગ્ર વિરોધ અને આંદોલનથી હચમચી ગયા છે. નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રવક્તા અજયકુમારે જણાવ્યું હતું કે આ સરકાર ખેડૂતોને બરબાદ કરી રહી છે. આ સંઘર્ષ અમારા માટે નથી પરંતુ આગામી પેઢી માટે છે. જો અમારા બાળકોને રોજગાર નહીં મળે તો કમસેકમ તેઓ પોતાના જીવન નિર્વાહ માટે પરંપરાગત વ્યવસાય તરફ પરત આવીને તેના પર ભરોસો રાખી શકે છે.