અમદાવાદ, તા.૪
માગસર મહિનો શરૂ થયો હોવા છતાં રાજ્યભરમાં ઠંડી હજુ પણ પોતાનું જોર બતાવી નથી રહી જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થઈ રહ્યો છે જ્યારે આગામી બે દિવસ વરસાદની શક્યતા જોતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. હજી પણ આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી છે. જેને લઈ ખેડૂતોમાં ચિતાનો માહોલ છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો અને પાકને નુકસાન થયુ છે. ત્યારે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ બંને ડીપ ડીપ્રેશન છે. જોકે એક ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને જુનાગઢ,ગીર સોમનાથ,પોરબંદર,દ્વારકા સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ થશે.જોકે ચોમાસુ પાકને તો નુકસાન થયુ છે. પરંતુ હવે આ કમોસમી વરસાદની શિયાળુ પાકને પણ નુકસાન થવાની ભીતી સેવાય રહી છે.કારણ કે વરસાદી વાતાવરણના કારણે ભેજનુ પ્રમાણ વધે છે અને જીવાત ઉત્પન થાય છે અને પાકને નુકસાન પહોચાડે છે. મહત્ત્છપૂર્ણ છે કે અરબી સમુદ્રનુ એકાએક તાપમાન વધી રહ્યુ છે. તાપમાન વધવાના કારણે વાવાઝોડા પણ ઉત્પન થય રહ્યા છે.જોકે ક્લાઈમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે.કારણ કે અરબી સમુદ્ર એટલો એકટીવ ન હતો. પરંતુ ચાલુ વર્ષે તો ૭ મહિનામાં ૫ વાવાઝોડા સક્રિય થયા છે. જેમાં ચાર વાવાઝોડાં અરબી સમુદ્રમાં બન્યા છે, એક વાવાઝોડુ બંગાળની ખાડીમાં બન્યુ છે. જોકે ગુજરાત પહોચે તે પહેલા વાવાઝોડુ નબળુ પડી ગયુ હતુ.જેના કારણે કોઈ મોટુ નુકસાન થયુ ન હતુ. પરંતુ વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ થયો અને ખેતીના પાકને મોટુ નુકસાન થયુ. પરંતુ હવામાન નિષ્ણાંતોનુ પણ માનવુ છે કે કલાઈમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે.અને જેના કારણે સમુદ્રનુ તાપમાન સામાન્ય કરતા ૨ થી ૩ ડિગ્રી ઉચુ નોંધાયુ છે.

ક્યાં કેટલું તાપમાન

સ્થળ લઘુત્તમ તાપમાન
અમદાવાદ ૧૯.૪
ડિસા ૧૫.૪
ગાંધીનગર ૧૮.૮
વડોદરા ૨૦
સુરત ૨૪.૪
વલસાડ ૨૧.૬
ભાવનગર ૨૩
પોરબંદર ૨૧.૮
રાજકોટ ૨૦
સુરેન્દ્રનગર ૧૯.૪
મહુવા ૨૨
ભુજ ૧૭.૯
નલિયા ૧૬
કંડલા એરપોર્ટ ૧૮.૬