(એજન્સી) તા.ર૩
યુપીના પાટનગર લખનઉના ચિનહટ વિસ્તારામાં એક ખ્રિસ્તી દંપતી સાથે મારપીટની ઘટના સામે આવી છે. આરોપ છે કે એક ઠાકુર સમુદાયના પરિવારે આ કોલોનીમાં સમોવારે ખ્રિસ્તી દંપતી સાથે મારપીટ કરી હતી કોલોનીમાં રહેવા ન દેવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસે બંને પક્ષો તરફથી એફઆઈઆર નોંધી મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે ખ્રિસ્તી દંપતી નંદી વિહાર વિસ્તારમાં રહેતું હતું જ્યાં ઠાકુર સમુદાયના લોકોની બહુમતી છે. ખ્રિસ્તી દંપતી કહે છે કે લાંબા સમયથી તેઓ અપમાનિત કરી રહ્યા હતાા.
ઘટના ચિનહટ નંદી વિહાર કોલોનીની છે જ્યાં પાડોશી ઠાકુર પરિવાર અને ખ્રિસ્તી પરીવાર વચ્ચે વિવાદ સર્જાયો હતો. મીડિયા સાથેની વાતચીતમાં પીડિત મહિલા પ્રોમિલા પોલે કહ્યું કે મારા પતિને પાડોશીઓ દ્વારા મારવામાં આવ્યો. અમે ખ્રિસ્તી હોવાને લીધે અનેક દિવસોથી અમને હેરાન કરાતા હતા. પાડોશીઓ કહે છે કે તેમના વિસ્તારમાં કોઈ ખ્રિસ્તીને રહેવા નહીં દે.
પ્રોમિલાએ કહ્યું કે કોલોનીમાં તેમનો જ પરિવાર એકમાત્ર ખ્રિસ્તી છે. આ ઘટના બાદ મને મારા પતિ અને બાળકોની સુરક્ષાની ચિંતા છે. અમે આ મામલે પોલીસને અનેકવાર ફરિયાદ પણ અત્યાર સુધી કોઈ મજબૂત કાર્યવાહી કરાઈ નથી. તેમણે જણાવ્યું કે એક આરોપીના પિતા અશોક સિંહ પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર છે. આ કારણે જ મામલે સુલહ કરી લેવા દબાણ કરાઈ રહ્યું છે. અશોકના દીકરાએ મારી સાથે મારપીટ કરી અને મારા કપડાં પણ ફાડી નાખ્યા. તેના પહેલા પણ તે ધમકી આપી ચૂક્યો છે. આ મામલે ગોમતીનગરના ક્ષેત્રાધિકારી અવ્નિશ્વર ચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું કે ઘટના સોમવારની છે. બે પરિવારો વચ્ચે વિવાદ છે. તેમાં એક પરિવાર ખ્રિસ્તી છે અને બીજો ઠાકુર બિરાદરીનો છે. બંને તરફથી ફરિયાદ નોંધાઈ છે. આ મામલે મુખ્ય આરોપી શુભમની ધરપકડ કરાઈ છે. કલમ ૩૦૭ હેઠળ કેસ નોંધાયો છે.