રાજ્યમાં ક્યાંક દુષ્કાળ તો ક્યાંક દુકાળ જેવી ભયંકર પરિસ્થિતિ ઊભી થઈ છે. માનવો, પશુ, પક્ષી સહિતના જીવો પાણી માટે વલખાં મારી રહ્યા છે. વરસાદના અભાવે ઘાસચારો પણ પુરતો ન હોવાથી ઢોરઢાંખર માટે ઘાસચારો પુરો પાડવો માલધારીઓની આંખમાં પાણી લાવી રહ્યું છે પરંતુ ક્યાંક આ જ અનાવૃષ્ટિ કેટલાક માલધારીઓ માટે રાહતરૂપ નિવડી રહી હોય તેમ જણાય છે કારણ કે, પાણી વિના અને ખરાબ હવામાનના કારણે ખેતરોમાં પાક નિષ્ફળ ગયો છે. પરિણામે ખેડૂતોએ આ ખેતરો ઢોરઢાંખરને ચરવા ખુલ્લા મુકી દેતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ માલધારીઓ માટે સુકાળ જેવી સાબિત થઈ છે.