(એજન્સી) પ્યાંગયાંગ, તા.ર૪
અમેરિકાના ઉપપ્રમુખ માઈક પેન્સ દ્વારા એક મુલાકાતમાં નોર્થ કોરિયાની સરખામણી લીબિયા સાથે કરતા તેને ઉત્તર કોરિયાના નાયબ વિદેશપ્રધાને વખોડી કાઢી કહ્યું છે કે આગામી પ્યાંંગયાંગ અને વોશિંગ્ટન વચ્ચેની શિખર બેઠક સંપૂર્ણપણે અમેરિકા આધારિત છે.
દક્ષિણ કોરિયાના વિદેશ રાજ્યમંત્રી કો સોન હુઈએ કહ્યું કે અમે અમેરિકા પાસે વાતચીત માટે કોઈ ભીખ માંગતા નથી કે તેમને મુશ્કેલીમાં મૂકવા માંગતા નથી. જો તે અમારી સાથે બેસવા ન માંગતા હોય તો તેમની ઈચ્છા, તેમ ઉત્તર કોરિયાની ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે ૧ર જૂને સિંગાપુરમાં યોજાનાર શિખરવાર્તા અંગે ઉત્તરકોરિયા પુનઃ વિચારે તે માટે તેઓ કીમ જોન્ગને સૂચન કરશે. જો અમેરિકા ઉત્તર કોરિયાની શુભેચ્છા પ્રયાસ અંગે મર્યાદા ભંગ કરશે તો આવા પગલાં ઉઠાવશે.
અમેરિકાના અધિકારીઓ શિખરવાર્તા પહેલાં તેનો એજન્ડા નક્કી કરવા સિંગાપુર જશે અને ઉત્તર કોરિયાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે. ચીનના સ્ટેટ કાઉન્સિલર પોન્ગ પીએ કહ્યું કે અમેરિકા ઉત્તર કોરિયા સાથે શાંતિ ઈચ્છે છે અને ઈતિહાસ બનાવવા માંગે છે. બંને દેશો માટે શિખરવાર્તાનો સમય થઈ ગયો છે.
વ્હાઈ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ જોસેફ હેગીન અને સિક્યુરીટી એડવાઈઝર મીરા રીકાર્ડલને શિખરવાર્તા પહેલાં અમેરિકાના પ્રતિનિધિ મંડળ સાથે સિંગાપુર મોકલી દેવાયા છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો કોરિયા પરમાણુ હથિયારોનો નાશ નહી કરે તો શિખરવાર્તા મુલત્વી રહેવાના સંજોગો ઊભા થઈ શકે છે. જો કે શિખરવાર્તા પહેલાં બંને દેશોના અધિકારીઓ વચ્ચે વાતચીત અંગે કોઈ ખુલાસો કરાયો ન હતો. અમેરિકાની મુલાકાતે આવેલા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જેઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પને વાતચીતની તક જતી ન કરવા વિનંતી કરી છે.
જો શિખરવાર્તા મોટી દિશા તરફ જશે તો અમેરિકા પરમાણુ સમજૂતીથી દૂર થશે. તેમ પોમ્પીઓએ જણાવ્યું હતું હવે નિર્ણય કીમ પર છોડી દેવાયો છે.