(એજન્સી)
નવી દિલ્હી,તા.૧૬
રવિવારે ફીફા વર્લ્ડ કપ ફાઈનલમાં ક્રોએશિયા વિરૂધ્ધ જીત મેળવી ર૦ વર્ષ બાદ ફ્રાન્સ વિશ્વ વિજેતા બન્યું આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન મંત્રી તેમજ અન્ય નેતાઓએ ફ્રાન્સને અભિનંદન આપ્યા.
આ દરમ્યાન પોંડીચેરીના રાજયપાલ કિરણ બેદીને પણ ટવીટ કરી ફ્રાન્સને વિજયના અભિંનંદન આપ્યા હતા. પરંતુ તેણી ટ્રોલર્સનો શિકાર બની હતી. તેણીએ લખ્યું કે અમે પોંડીચેરી નિવાસીનો (જે પહેલા ફ્રાન્સના રાજયક્ષેત્રનો ભાગ હતો)એ વર્લ્ડ કપ જીત્યો છે. અભિનંદન મિત્રો, ફ્રાન્સની મિશ્રિત ટીમ હતી. રમત જોડે છે.
અનેક લોકોએ બેદીની આ ટિપ્પણીની ટીકા કરી હતી. નોંધનીય છે કે દેશની આઝાદીના સમયે પોંડિચેરી ફ્રાન્સ કોલોનીનો ભાગ હતું ભારતે આ ક્ષેત્ર પર પાછળથી કબજો કર્યો હતો લોકોએ કિરણ બેદીને યાદ અપાવ્યું કે પોંડિચેરી હવે ભારતનો ભાગ છે અને તેણી ત્યાંની રાજયપાલ, કેટલાકે આ ટવીટને પબ્લિસિટી સ્ટંટ જણાવ્યો.
આ મુદ્દે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અજય માકને ભારે વિરોધ વ્યકત કરતા વડાપ્રધાનને બેદીને પદભ્રષ્ટ કરવાની માગ કરી હતી. તેમણે આ નિવેદનને અસ્વીકાર્ય અને દેશ વિરોધી ગણાવ્યું હતું.