(એજન્સી) તા.૭
કેન્દ્રીય ગૃહ ખાતાના રાજ્યમંત્રી કિરણ રિજિજુએ એવી જાહેરાત કરી છે કે, જો સ્થિતિ સુધરી જાય તો વિવાદગ્રસ્ત કાશ્મીરમાંથી ‘અફસ્પા’ હટાવી લેવામાં આવશે તેવો કેન્દ્રનો વિચાર છે.
કેન્દ્ર સરકારે મેઘાલયમાંથી આ એકટ હટાવી લીધો છે અને અરૂણાચલમાં સીમિત કરી નાખ્યો છે ત્યારે આ સંબંધે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રીએ ઉપર મુજબ જણાવ્યું હતું.
આર્મ્ડ ફોર્સિઝ સ્પેશ્યલ પાવર્સ એકટ (અફસ્પા) વાસ્તવમાં સેનાને વિશે સત્તાઓ આપે છે જયાં હિંસા છે તેવા રાજ્યોમાં કંટ્રોલ કરવા માટે આ એકટનો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ હવે જો કાશ્મીર, આસામ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં સલામતિની સ્થિતિ સુધરે તો ત્યાંથી અફસ્પા હટાવી લેવામાં આવશે તેવો સરકારનો ઈરાદો છે.
અત્યારે નાગાલેન્ડમાં હિંસા છે. પરંતુ નાગા પીસ ટોકથી ઘણી આશા છે. નાગાલેન્ડનાં બળવાખોર જૂથ સાથે સરકારના મધ્યસ્થિની વાટાઘાટો ચાલી રહી છે અને ત્યાં શાંતિ સ્થપાશે તો અફસ્પા હટાવી લેવાશે.
રિજિજુએ કહ્યું કે, છેલ્લા ચાર વર્ષો દરમિયાન ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સ્થિતિ સુધરી છે માટે કેટલાક રાજ્યોમાં આ એકટ હટાવી લેવામાં આવ્યો છે.
હવે બાકીના હિંસાગ્રસ્ત અને અશાંતિગ્રસ્ત રાજ્યોમાં પણ જો સલામતિની સ્થિતિ સુધરી જાય તો ત્યાંથી પણ આ એકટ હટાવી લેવામાં સરકારને કોઈ વાંધો જ નથી. લોકોને શાંત જીવન મળવું જોઈએ તેજ સરકારનો હેતુ છે.
ત્રિપુરા રાજ્યમાંથી અશાંતિને દૂર કરવા અને હિંસા ખતમ કરવામાં સફળતા મળી છે તેવો દાવો એમણે કર્યો છે. મિઝોરમમાં પણ ભાડૂત ઉગ્રવાદીઓનું અસ્તિત્વ રહ્યું નથી.
હવે આસામ અને જમ્મુ-કાશ્મીર રાજ્યમાં શાંતિની સ્થિતિ નિમર્ણિ કરવામાં અવરોધો છે અને ત્યાં પણ હિંસા નાબૂદ કરવા અને લોકોને સલામતી પૂરી પાડવા અફસ્પાને લાગુ કરાયો છે.
આમ છતાં આવા રાજ્યોમાં ઝડપથી સ્થિતિ સુધરે તો સેનાને અપાયેલા વિશેષ સત્તાવાળા આ એકટને હટાવી લેવામાં આવશે.