(એજન્સી) હૈદરાબાદ,તા.ર
સંયુકત આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. કિરણકુમાર રેડ્ડી દિલ્હીમાં એ.આઈ.સી.સી. અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં ૩ અથવા ૪ જુલાઈએ કોંગ્રેસમાં જોડાય તેવી શકયતા છે. એઆઈસીસી આંધ્રપ્રદેશની બાબતોના ઈન્ચાર્જઓની ઓમ ચાંડીએ શનિવારે રેડ્ડી સાથે તેમના નિવાસસ્થાન પર મુલાકાત લીધી હતી. આ બંને વચ્ચે લગભગ ર કલાક સુધી ચર્ચા ચાલી હતી. તેમણે ર૦૧૯ની ચૂંટણીઓ પહેલા આંધ્રપ્રદેશમાં પક્ષને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવા માટે રેડ્ડીને કોંગ્રેસમાં જોડાવવાની વિનંતી કરી. ચાંડી અહીં રવિવારે રાજયસભાના સભ્ય ટી. સુબ્બારામ રેડ્ડીના પૌત્રના લગ્નમાં સામેલ થવા માટે શહેરમાં આવ્યા હતા. તેમણે લગ્ન સમારંભ બાદ કોંગ્રેસના નેતાઓ સાથે રેડ્ડીની મુલાકાત લીધી રેડ્ડીએ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણાને નવા રાજય તરીકે છુટું પાડવાના યુ.પી.એ. સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે ર૦૧૪ની સામાન્ય ચૂંટણીના થોડા સમય પહેલા જ તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ર૦૧૪મી ચૂંટણી પહેલા પોતાના જય સામખયાન્દ્રા નામના નવા પક્ષની રચના કરી હતી, પરંતુ તેમણે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નહોતી. તેમના પક્ષે એક પણ બેઠક પર વિજય મેળવ્યો નહોતો અને તે સત્તામાંથી બહાર થઈ ગઈ હતી.