ગાંધીનગર, તા.૧૧
અમદાવાદ (પશ્ચિમ)માંથી ચૂંટાયેલા સાંસદ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ કલ્યાણ કમિટીના અધ્યક્ષ કિરીટ સોલંકીએ દલિતો અને આદિવાસીઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે, તમે અનામત આધારિત નોકરીઓ ઉપર નિર્ભર નહીં રહો અને એમની રાહ નહીં જૂઓ તમે પોતે ઉદ્યમી બની નોકરી લેનાર નહીં પણ નોકરીઓ આપનાર બનો. સોલંકી નેશનલ સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા જે સંમેલન દલિત ઉદ્યમીઓ માટે યોજાયું હતું. આ કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયું હતું. વડાપ્રધાન મોદી દ્વારા દલિતોને ઉદ્યમો માટે પ્રોત્સાહન આપવા કાર્યક્રમ યોજવામાં આવે છે. આવા ૪૮ કાર્યક્રમો યોજવાની વિચારણા હતી જેમાંથી આ ૪પમો કાર્યક્રમ હતો. એમણે કહ્યું અમે (અનુસુચિત જાતિ અને જનજાતિના લોકો) નોકરી કરવાની માનસિકતા ધરાવતા લોકો છીએ. અમે નોકરી સિવાય કંઈપણ જોતા નથી જેથી અમારી શક્તિઓનો વધુ ઉપયોગ પણ કરી શકાય પણ નોકરીઓની સંખ્યા મર્યાદિત છે મારા મતે અનામતની જાળવણી કરવા માટે નોકરીઓ બહાર કામ કરાવવામાં આવે છે જેના પરિણામે પાર્ટ-ટાઈમ નોકરીની ઓફરો ફિક્સ પગારના ધોરણે ઓફર કરાય છે. આ પરિસ્થિતિમાં અમોએ નોકરીઓ ઉપર નિર્ભર રહેવું જોઈએ નહીં પણ ઉદ્યમી બની કાર્ય કરવું જોઈએ. એમણે કહ્યું કે, જો કે ઉદ્યમી બનવા માટે અમુક અવરોધો પણ છે.
આ યોજના હેઠળ સરકારનું પ્રયાસ છે કે, ઓછામાં ઓછા ૪ ટકા માલ અને સેવાઓનો ઉત્પાદન આ યોજના હેઠળ થાય. જો કે, સરકાર આ લક્ષ્ય હાંસલ કરવામાં સફળ થઈ નથી. ર૦૧૮-૧૯ના આંકડાઓ દર્શાવે છે કે એસસી/એસટી ઉદ્યમીઓ દ્વારા ઉત્પાદન કરાયેલ માલ ફક્ત ૦.૪પ ટકા જ છે.
આ તફાવત ઘટાડવા માટે એનએસઆઈસી દેશના વિવિધ ભાગોમાં કાર્યક્રમો યોજે છે જેથી એસસી/એસટીમાં જાગૃતિ લાવી શકાય અને એમને ઉદ્યમી બનાવી શકાય. આ કાર્યક્રમમાં લગભગ ૪૦૦ ઉદ્યમીઓ હાજર રહ્યા હતા. એ ઉપરાંત મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ અને વધારાના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અનિલ પ્રથામ હાજર રહ્યા હતા.