(એજન્સી) દરભંગા,તા.૧૪
ભાજપના બળવાખોર નેતા કીર્તિ આઝાદે સ્પષ્ટ કર્યું છે કે તે દરભંગાથી જ ૨૦૧૯માં લોકસભા ચુંટણી લડશે. તેમણે કહ્યું કે લોકસભા ચુંટણી લડવા માટે તે કોઇ નેશનલ પાર્ટીને જ પસંદ કરશે તે રાજયની પાર્ટીઓમાં સામેલ થશે નહીં. કીર્તિ આઝાદે કોંગ્રેસમાં સામેલ થવાનો મોટો સંકેત આપ્યો છે જો કે તેમણે હજુ તેની જાહેરાત કરી નથી. કીર્તિ આઝાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના જે રીતે ગુણગાન ગાય છે તેનાથી સ્પષ્ટ થાય છે કે તે કોંગ્રેસમાં જવા માટે તૈયાર બેઠા છે અને તેઓ ફકત સમયની રાહ જોઇ રહ્યાં છે. તેમણે કહ્યું કે રાહુલ એક કુશલ નેતૃત્વવાવા નેતા છે. જેની વાતોમાં તેમને દમ જોવા મળે છે. જયારે તેમણે કહ્યું કે આ ભાજપ માટે ખતરાની ઘંટડી છે.આઝાદે પોતાનું દુખ વ્યકત કરતા કહ્યું કે ભાજપે તેમને ત્રણ વર્ષથી નિલંબિત કરી રાખ્યા છે.તેમણે કહ્યું કે જો પાર્ટી નિલંબિત રાખશે તો અમારે બીજા વિકલ્પ માટે તૈયાર રહેવું પડશે જો કે કોંગ્રેસમાં જવાના સવાલ પર તેમણે કહ્યું કે ભાજપ અને કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે અને હું રાષ્ટ્રીય પાર્ટીથી ચુંટણીમાં ઉતરીશ. ભાજપ પર ગુસ્સો વ્યકત કરતા કહ્યું કે ૨૦૧૯માં ભાજપની સરકાર બની શકશે નહીં.ભાજપની સ્થિતિ ખરાબ થઇ ગઇ છે.ભાજપે જનતા માટે કોઇ કામ કર્યું નથી કીર્તિ આઝાદે શત્રુધ્નસિંહાની પણ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે તે જો કરી રહ્યાં છે તે યોગ્ય નથી તેમણે કહ્યું કે સિન્હા પટણા સાહિબથી ચુંટણી લડશે પરંતુ તેમણે હજુ આ બાબતે વિચાર્યું નથી
કીર્તિ આઝાદે કોંગ્રેસમાં સામેલ થવાનો સંકેત આપ્યો

Recent Comments