(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં રહેતા ઇસમે સગીર વયની કિશોરીને ઘરની બહાર બોલાવી હાથ પકડી પોતાના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હોવાની વધુ એક ઘટના ખટોદરા પોલીસ મથકે નોંધાઇ છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ભટાર રોડ વિસ્તારમાં રહેતો સાગર શિવાજીરાવ દેશમુખે ઉ.વ.૨૪ ફરિયાદીની પત્નીના મોબાઈલ ઉપર મેસેજ કરી ફરિયાદીની દિકરીને ઘરની બહાર બોલાવી હતી અને ફરિયાદીની દિકરીનો હાથ પકડી ઘરે ખેંચીને લઈ ગયો હતો. જ્યાં આરોપી સાગરે પીડિતા કિશોરીના બંને હાથ બાંધી મોઢું દબાવી બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે ખટોદરા પોલીસ મથકે પીડિતા કિશોરીના પિતાએ આરોપી સાગર દેશમુખ વિરૂદ્ધ ફરિયાદ આપતા ખટોદરા પોલીસે ઈપીકો કલમ ૩૭૬ (૨), આઈ તથા પોસ્કો એક્ટ કલમ ૪, ૫-ઈ.એસ મુજબનો ગુનો નોંધી પો.ઈ. એ.એમ. પુવારે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.