(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૩
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ ડભારી દરિયા કાંઠે પરવત પાટિયાની ૧૩ વર્ષિય કિશોરી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યાની ઘટનામાં ઓલપાડ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
ઓલપાડ પોલીસ મથકના અધિકારી રાઠોડના જણાવ્યા મુજબ શંકાસ્પદ ગણાતા આ પ્રકરણમાં હાલ તબીબી તપાસમાં કિશોરી ઉપર બળાત્કાર થયાંની પૃષ્ટિ મળી નથી, પરંતુ જે પરિસ્થિતિમાં કિશોરી મળી આવતાં સ્થળ ઉપર તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘટના સ્થળે મળેલા લોહી સહિતની ચીજ-વસ્તુના નમૂના મેળવી એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ પરવટ પાટિયા વિસ્તારની આ કિશોરી સમિતિની શાળામાં ધો ૮માં અભ્યાસ કરતી કિશોરી મહોલ્લામાં જ રહેતા એક યુવક સાથે ડભારી દરિયા કાંઠે ફરવા ગઈ હતી. જ્યાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસિપટલમાં ખસેડાઈ હતી. ત્યારબાદ યુનિટિ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આ કિશોરીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના સંદર્ભે ઓલપાડ પોલીસે અકસ્માતની ઘટનાની નોંધ કરી હતી. પરંતુ પીરવાર દ્વારા ગંભીર આક્ષેપો કરતાં ઓલપાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ ઓલપાડ પોલીસે આ કિશોરી સાથે ડભારી દરિયા કાંઠે જનાર યુવકની પૂછપરછ હાથ ધરી છે. તેમજ ઘટના સ્થળે પણ ઉચ્ચ પોલીસ તપાસ અધિકારીઓની હાજરીમાં ઓલપાડ પીઆઈ રાઠોડે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
પરવત પાટિયા વિસ્તારની કિશોરી ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી

Recent Comments