(એજન્સી) પટના, તા.રર
પટનામાં શનિવારે આયોજિત પત્રકાર પરિષદમાં ભાકપા નેતા કનૈયાકુમારે કહ્યું કે, સીએએના વિરોધમાં નીકળેલી યાત્રાને લોકોનું ખૂબ જ સમર્થન મળ્યું. કનૈયાએ કહ્યું કે, ર૭ ફેબ્રુઆરીના રોજ પટનાના ગાંધી મેદાનમાં થનારી રેલી ઐતિહાસિક રહેશે. કનૈયાએ જણાવ્યું કે, જન ગણ મન યાત્રા ચૂંટણી યાત્રા ન હતી. ૩૮માં માત્ર નવ જિલ્લાઓમાં થોડાક લોકોએ આ યાત્રાનો વિરોધ કર્યો. જ્યારે મોટી સંખ્યામાં લોકો સભામાં સામેલ થયા. આ દરમિયાન સ્થાનિય મુદ્દાઓને પણ આ યાત્રા દરમિયાન જાણવાનો અવસર મળ્યો. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ તથા ભાકપા નેતા કનૈયાકુમારે કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકાર સમસ્યાઓથી લોકોનું ધ્યાન ભટકાવી આવી રહી છે. આના માટે ધર્મનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, રોજગાર, રોટી, કપડા અને મકાન ચૂંટણીનો મુદ્દો હોવો જોઈએ. બિહારની આગામી ચૂંટણી આ મુદ્દાઓ પર લડવામાં આવશે. કનૈયા બુધવારે સમસ્તીપુરના હાઉસિંગ બોર્ડ મેદાનમાં જન, ગણ, મન યાત્રા દરમિયાન આયોજિત જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, દિલ્હીમાં ભાજપે ધર્મને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો પણ તેને સફળતા ન મળી. બિહાર બદલશે સમસ્યામાંથી લડશે અને તસવીર બદલાશે. બિહારના લોકો મહેનતી અને પ્રતિભાશાળી છે. અહીંયાના લોકો દિલ્હી અને બીજા પ્રદેશમાં જઈને શાસન ચલાવવામાં યોગદાન આપી રહ્યા છે.