(સંવાદદાતા દ્વારા)
કોડિનાર, તા.ર૬
કોડિનાર શહેરના ખેડૂતપુત્રની ગુજરાતની અન્ડર ૧૭ ક્રિકેટ ટીમમાં પસંદગી થતા કોડિનાર તાલુકામાં આનંદની લાગણી પ્રસરી છે. જામનગર ખાતે ગુજરાત રાજ્યકક્ષાની અંડર-૧૭ ક્રિકેટ ટીમનું ફાઈનલ સિલેકશન યોજાયું હતું. જેમાં કોડિનારમાં ખેતીવાડી કરતા પપ્પુભાઈ જેસીંગભાઈ પરમારના પુત્ર આર્યનની ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી થઈ છે. હાલ ધો.૧૦માં અભ્યાસ કરતા આર્યન દુલીપ ટ્રોફીમાં રમી કોડિનારનું ગૌરવ વધારી રહ્યો છે. તેણે ભારત વતી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી, તેના મોટાબાપુજી અને કોડિનાર સહકારી અગ્રણી ભગુભાઈ જેશીંગભાઈ પરમાર અને પિતા પપ્પુભાઈના માર્ગદર્શન અને સહકારથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાનું જણાવ્યું હતું.