લંડન,તા.૨૮
ભારત અને ઇંગ્લિશ ક્રિકેટ કાઉન્ટી એસેક્સ વચ્ચે રમાયેલી ૩ દિવસીય પ્રેક્ટિસ મેચ શુક્રવારનાં ડ્રો રહી હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ, દિનેશ કાર્તિક અને વિરાટ કોહલીનું પ્રદર્શન સારું રહ્યું હતુ, તો શિખર ધવન, ચેતેશ્વર પુજારા અને આંજિક્ય રહાણે ફ્લોપ રહ્યા હતા. મેચનું પરિણામ ભલે ડ્રો રહ્યું, પરંતુ ભારતીય ખેલાડીઓએ આ મેચનો સંપૂર્ણ આનંદ લીધો હતો.
મેચ દરમિયાન ભારતીય કપ્તાન વિરાટ કોહલી અને શિખર ધવન ભાંગડા કરતા પણ જોવા મળ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ઢોલ વગાડનાર કલાકારો અને ફેન્સ સાથે તસવીરો પડાવી હતી. અભ્યાસ મેચ દરમિયાન ત્રણેય દિવસે જ્યારે ખેલાડીઓ મેદાન પર ઉતર્યા ત્યારે ઢોલ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ વચ્ચે ભારતીય ટીમે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેયર કરી છે. આ તસવીરમાં વિરાટની સાથે ઢોલ વગાડનારા તો છે જ પરંતુ તેની સાથે વિજય માલ્યા પણ જોવા મળી રહ્યો છે.
આ તસવીરને જોતા ફેન્સ વિરાટ કોહલીને ટ્રોલ કરી રહ્યા છે. એક ફેને લખ્યું કે, ‘કોહલીએ ત્યાં જઇને માલ્યાને ના મળવું જોઇએ. આ માટે તેને સજા આપવી જોઇએ.’ ૯ હજાર કરોડ રૂપિયાનો બેંકને ચુનો ચોપડનાર વિજય માલ્યા અત્યારે લંડનમાં છે.
ઈંગ્લેન્ડમાં કોહલી વિજય માલ્યા સાથે જોવા મળ્યો,ફોટો વાયરલ

Recent Comments