સિડની,તા.૩
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વર્ષ ૨૦૧૮માં અનેક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે. એવામાં તેણે વર્ષ ૨૦૧૯ની શરૂઆત સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સચિન તેંડુલકરનો વધુ એક રેકોર્ડ તોડીને કરી છે. સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં કોહલીએ માત્ર ૨૩ રન બનાવીને આઉટ થઈ ગયો. આ સાથે જ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૯ હજાર રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે સચિન તેંડુલકરને ૩૩ ઇનિંગથી પાછળ છોડી દીધો હતો. કોહલીએ સિડની ટેસ્ટ દરમિયાન કારકિર્દીની ૩૯૯માં આંતરરાષ્ટ્રીય ઇનિંગમાં ૧૯ હજાર રન પૂરા કર્યા છે. હવે વિરાટના નામે ૧૯૦૧૨ રન છે. જેમાં તેમે ૬૩ સેન્ચુરી અને ૮૭ હાફ સેન્ચુરી ફટકારી છે. જ્યારે સચિને આ ઉપલબ્ધિ ૪૩૨મી ઇનિંગમાં મેળવી હતી. વિરાટે સચિનને ૩૩ ઇનિંગથી પાછળ છોડી દીધો છે. વિરાટના નામે વનડે ક્રિકેટમાં ૧૦૨૩૨, આંતરરાષ્ટ્રીય ટી૨૦માં ૨૧૬૭ અને ટેસ્ટમાં ૬૬૧૩ રન નોંધાયા છે.