નવી દિલ્હી, તા.૭
ભારતીય કપ્તાને આ વર્ષ જાન્યુઆરીમાં જ વન-ડે ક્રિકેટમાં લક્ષ્યાકનો પીછો કરતા સદી ફટકારવાના મામલામાં સચિનની બરાબરી કરી હતી અને ગુરૂવારે સબીના પાર્કમાં વિન્ડીઝ વિરૂધ્ધ પોતાની કારકિર્દીની ર૮મી સદી ફટકારી સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો. કોહલી પહેલા સચિને લક્ષ્યાંકનો પીછો કરતાં ૧૭ સદી ફટકારી હતી. જો કે ક્રિકેટના આ બે દિગ્ગજો વચ્ચે જ્યારે પીછો કરતા સદી બનાવવાના અંતરની વાત આવે છે તો આ તફાવત ઘણો ચોંકાવનારો છે. કોહલીએ ૧૦ર ઈનિંગોમાં ૧૮ સદી બનાવી છે જ્યારે તેન્ડુલકરે ૧૭ સદી બનાવવા માટે ર૩ર ઈનિંગ રમવી પડી હતી. આ રેકોર્ડમાં શ્રીલંકાનો દિલશાન ત્રીજા સ્થાને છે. દિલશાને ૧૧૮ ઈનિંગોમાં ૧૧ સદી બનાવી છે.