નવી દિલ્હી, તા.ર૬
ભારતીય કપ્તાન વિરાટ કોહલી હાલ સફળતાના નવા શિખરો રસ કરી રહ્યો છે. કોહલીએ પોતાના રમત કૌશલ્યથી કરોડો લોકોને પોતાના પ્રશંસક બનાવ્યા છે. રમતથી કમાણીના મામલામાં પણ તે આર્જેન્ટિનાના જાદુઈ ફૂટબોલર લિયોનલ મેસીથી પણ આગળ નીકળી ગયો છે. ફોર્બ્સની વિશ્વના પ્રખ્યાત ખેલાડીઓની આ યાદીમાં સ્વિત્ઝરલેન્ડનો રોજર ફેડરર નંબર વન છે. તેની કમાણી ૩૭ર મિલિયન ડોલર છે. જમૈકાનો એથ્લીટ ઉસેન બોલ્ટ યાદીમાં ત્રીજા અને ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ચોથા સ્થાને છે. બાસ્કેટબોલ પ્લેયર લેબ્રાન જેમ્સ ૩૩.૪ મિલિયન ડોલરની કમાણી સાથે બીજા સ્થાને છે. કોહલી (૧૪.પ મિલિયન ડોલર) સાતમા અને મેસી નવામા સ્થાને છે. ફિલ મિકેલલન (૧૯.પ મિલિયન ડોલર) પાચમા, ટાઈગર વુડ્‌સ (૧૬ મિલિયન ડોલર) છઠ્ઠા, રોકી મેકલેરોય (૧૩.૬ મિલિયન ડોલર) આઠમા અને સ્ટીફન કરી ૧૩.૪ મિલિયન ડોલર સાથે દસમા સ્થાને છે.