પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂૂર્વ કપ્તાન અને હાલના કોચ ઈન્ઝમામ-ઉલ-હકે કોહલીની ટેકનીકને લઈ વિવાદીત નિવેદન આપનાર એન્ડરસનની ટીકા કરતા કહ્યું કે, ઈંગ્લેન્ડના ઝડપી બોલરે ભારતીય કપ્તાનની ક્ષમતા પર આંગળી ઉઠાવતા પહેલા ભારતમાં વિકેટ ઝડપવી જોઈએ એન્ડરસને તા+જેતરમાં કહ્યું હતું કે, ભારતીય પિચો પર બાઉન્સ નહીં હોવાના કારણે કોહલીની ટેકનીકની ખામીઓ બહાર આવતી નથી ઈન્ઝીએ કહ્યું કે, હું હેરાન છું કે એન્ડરસને કોહલીની રનો અને ક્ષમતા પર સવાલ ઉઠાવ્યો કારણ કે એ તેને ભારતમાં વધારે વિકેટ ઝડપતા જોયો નથી તેમણે કહ્યું કે શું એન્ડરસન એવું કહેવા માંગે છે કે જો તમે ઈંગ્લેન્ડમાં રન બનાવો છો તો જ તમે સારા બેટ્સમેન કહેવાશો ? શું ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ઉપમહાદીપમાં પરેશાની નથી થતી તો શું એનો મતલબ કે તે ખરાબ ખેલાડી અથવા નબળી ટીમો છે ? મને આનાથી કોઈ ફરક નથી પડતો કે રન કયા બને છે કારણ કે ટેસ્ટ મેચોમાં રન તો રન હોય છે.
કોહલીની ટીકા કરનાર એન્ડરસનની ઝાટકણી કાઢતો ઈન્ઝમામ

Recent Comments