દુબઈ, તા.૭
શ્રીલંકા વિરૂદ્ધ ત્રીજી ટેસ્ટમાં પોતાની કારર્કિદીની ર૪૩ રનની સર્વશ્રેષ્ઠ ઈનિંગ રમનાર વિરાટ કોહલી ત્રણ સ્થાનની છલાંગ સાથે બેટ્‌સમેનોની આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. આ સીરીઝમાં તેણે ૬૧૦ રન બનાવ્યા આ સીરીઝ પહેલા તે છઠ્ઠા સ્થાને હતો તેણે ૧પર.પ૦ની સરેરાશથી શાનદાર પ્રદર્શન કરી વોર્નર, પુજારા, વિલિયમ્સન અને રૂટને પાછળ પાડી દીધા જો કે ઓસી. કપ્તાન સ્ટીવ સ્મિથ અને કોહલી વચ્ચે ૪પ પોઈન્ટનું અંતર છે કોહલી એ બધા ફોર્મેટમાં નંબર વન બનવાનું લક્ષ્યાંક કેન્દ્રીત કર્યું હશે કારણ કે તે વન-ડે અને ટવેન્ટી-ર૦માં હાલ નંબર વન છે. સ્મિથ ગત સપ્તાહ ૯૪૧ પોઈન્ટે પહોંચ્યો હતો હવે તેના ૯૩૮ પોઈન્ટ છે. જ્યારે કોહલીના ૮૯૩ પોઈન્ટ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોન્ટિંગ ડિસેમ્બર-જાન્યુઆરી ર૦૦પ-૦૬માં એક જ સમયે બધા ફોર્મેટમાં નંબર વન હતો જ્યારે મેથ્યુ હેડન એક અન્ય બેટ્‌સમેન છે જે બધા ફોર્મેટમાં ટોચના સ્થાને હતો.