(એજન્સી) હૈદરાબાદ, તા.૩૦
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી દ્વારા દાવો કરાયેલા ૬૦૦૦ રોહિંગ્યા મુસ્લિમોને હૈદરાબાદને પોતાનું ઘર બનાવવાની ટિપ્પણીને નકારી કાઢતા તેલંગાણાના ગૃહપ્રધાન મોહમ્મદ મહેમૂદે કહ્યું કે રાજ્યમાં મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસ્લિમોની હાજરી અંગે રાજ્ય સરકાર પાસે કોઈ માહિતી નથી અને તે મુદ્દે કેન્દ્રને કોઈ રિપોર્ટ મોકલ્યો નથી.
“અમારી પાસે માહિતી છે કે કેટલાક રોહિંગ્યા ઓળખકાર્ડ મેળવીને શહેરમાં સ્થાયી થયા છે પરંતુ, તેમની હાજરી અને સંખ્યા અંગે કોઈ સત્તાવાર વાતચીત નથી. આ મુદ્દે કેન્દ્રને કોઈ રિપોર્ટ મોકલવામાં આવ્યો નથી”મંત્રીએ એસટીઓઆઇને કહ્યું. મંત્રીએ રોહિંગ્યા મુસ્લિમોને જમ્મુ-કાશ્મીર પછી હૈદરાબાદને તેમનું ઘર બનાવવાની બાબતે તેલંગાણા સરકાર વિરુદ્ધ કરેલા કિશન રેડ્ડીના દાવાને નકારી કાઢ્યો, ટીઓઆઈ અહેવાલ આપે છે.
તેમણે ઉમેર્યું કે, “જો કેન્દ્ર રોહિંગ્યાને તેમના દેશમાં પરત મોકલવાનો કોઈ નીતિપૂર્ણ નિર્ણય લે તો રાજ્ય સરકાર તેનો અમલ કરવા તૈયાર છે,” એમ રાજ્યના ગૃહપ્રધાને કહ્યું.
તેમણે કહ્યું કે તેલંગાણામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દેશમાં સર્વશ્રેષ્ઠ છે.
“પેટાચૂંટણીમાં દરેકને ઉમેદવારી નોંધાવવાનો અધિકાર છે. કોઈ સરપંચ કે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી ન હતી કે કસ્ટડીમાં લેવામાં આવ્યો ન હતો. જો કોઈ પણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવે તો પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ”મહેમદે શનિવારે તેલંગાણા ભવનમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. રોહિંગ્યાના આધારકાર્ડ ખરીદવા અંગે કિશન રેડ્ડીના દાવા અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે નીતિગત નિર્ણય લેવા અને આગળ આવવાનું કેન્દ્રને આહવાન છે.