(એજન્સી) જયપુર, તા.૪
રાજસ્થાનમાં કોંગ્રેસમાં આંતરિક લડાઈના અહેવાલો વચ્ચે રાજ્ય કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે, રાજ્યના કોંગ્રેસના દરેક નેતાઓ એકજૂટ છે અને તેઓ સંગઠિત થઈ આગામી ચૂંટણીમાં વિજય મેળવવા કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું વાત કોંગ્રેસે સમજવી પડશે જ્યારે બીએસપી કે બીજી પાર્ટીઓ વચ્ચે ગઠબંધન કદાચ થાય. કોંગ્રેસના મહામંત્રીએ કહ્યું કે, રાજ્યની ર૦૦ વિધાનસભા બેઠકો માટે પક્ષે ચૂંટણીની વ્યાપક તૈયારીઓ કરી છે. પક્ષે સામાન્ય બહુમતી ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું પરંતુ પાછળથી વિધાનસભાની ચૂંટણીમાં મોટા વિજય માટે પ્રયાસ શરૂ કર્યા છે. તેમને પૂછાયું કે, કોંગ્રેસના આંતરિક વિખવાદ તેને નુકસાન કરશે ? તેમણે કહ્યું કે, વિખવાદ ફક્ત વિપક્ષો મીડિયામાં ઊભો કરે છે. રાજસ્થાનમાં કોંગ્રેસના તમામ નેતાઓ ભેગા મળી આગામી સરકાર રચવાના લક્ષ તરફ આગળ વધી રહ્યા છે. સંકલ્પ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીના અધ્યક્ષ હેઠળ મોટાપાયે કોંગ્રસનો સંદેશો પહોંચાડ્યો હતો. રાજસ્થાનને વરિષ્ઠ નેતાઓ મળ્યા છે. અમને યુવાન સચિન પાયલોટ મળ્યા છે તેઓ એક જ થઈ વિજય માટે આગળ ધપી રહ્યા છે. ગેહલોતના ટેકેદારોના મુખ્યમંત્રી અંગેના નિવેદનો અંગે કોંગ્રેસે ચેતવણી આપી હતી.